કાંકરેજ તાલુકાના થરા તાણા, વડા સહિત નગર ગામડાંઑમાં હોળી- ધુળેટી પર્વની ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી

કાંકરેજ તાલુકાના  થરા નગરમાં રબારીવાસ, તેરવાડીયા વાસ, તખતપુરા, રામજી મંદિર પાસે તાણા,વડા, ઊણ,રાજપુર,નાના મોટા જામપુર, મૈડકોલ,ખરીયા ટોટાણા સહિત નગર ગામડાંઑ માં ઠેર ઠેર જગ્યાએ ચંદ્રગ્રહણના કારણે જયોતિષ શાસ્ત્રની સુચના મુજબ હોળી પ્રગટાવવાનુ આયોજન કરવામાં આવેલ આમ તો જોવા જઈએ તો હિંદુ ધર્મમાં રાજસ્થાનમાં હોળીનું ખૂબ મહત્વ છે .જૂની પરંપરા મુજબ ગાય ભેંસના છાણમાંથી છાણા બનાવી  નગર ગામમાં મહોલ્લા સોસાયટી કે ગામના પાદરે છાણાનો ઢગલો કરી ઢગલા પર ધજા રાખી હોળી પ્રગટાવીમાં આવે છે અને ત્યાં નવોઢા વર વધુ નવોદિત નાના બાળકોની જેમ્ભ ઢુંઢ,વ્રત ધારી નર નારી સૌ કોઈ હોળીના દર્શન કરી,પ્રદક્ષિણા ફરી પગે લાગી શ્રીફળ ગોળ ધાણી ચણા હોળીમાતાને અર્પણ કરી ધન્યતા અનુભવે છે. બીજા દિવસે ઍટલે શુક્રવારે ફાગણ વદ એકમ ધુળેટી રંગોત્સવ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.હોળીનું શું મહત્વ હોય છે એ આવો જાણીએ.. હિરણ્‍યકશ્‍યપ નામે રાજા… જાણે દૈત્‍યનો અવતાર.. પરંતુ કાદવમાં કમળ.. પુત્ર પ્રભુ ભક્‍ત પ્રહલાદ… પિતા ભગવાનના વિરોધી.. પુત્ર ભગવાનનો પરમ ભક્‍ત… બન્‍ને પોતાની જીદ પર અડગ… પિતા એ પુત્રની જીદ ન છોડાવી શકતા હત્‍યાના કર્યાના અનેક પ્રયાસ…

પરંતુ આ તો સાચો પ્રભુ ભકત બહેન હોલીકા ની મદદથી હીરણ્‍ક શ્‍યપે પ્રહલાદને સળગાવવા કર્યો પ્રયાસ પરંતુ થયુ ઉલ્‍ટુ હોલીકા થઇ બળીને ભસ્‍મ અને પ્રભુ ભકત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્‍યો હસતો રમતો.પ્રજાજનો એ મનાવ્‍યો આનંદોત્‍સવ ખુશીથી એકબીજા પર ઉડાડયા રંગ અને ગુલાલ બસ કહેવાય છે કે ત્‍યારથી ફાગણસુદ પુનમના દિનને હોળી તરીકે અને ફાગણ વદ પડવાના એકમના દિનને ધુળેટી તરીકે રંગેચંગે અબલા વૃધ્‍ધ સૌ હોશે હોંશે ઉજવે છે.હોળીનો તહેવાર પણ અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી કરે છે. દુષ્ટતા, અહંકાર, ઇચ્છાઓ અને નકારાત્મકતાને બાળી નાખવા માટે રંગોના તહેવાર પહેલા દર વર્ષે સાંજે પવિત્ર હોળી પ્રગટાવવામાં આવે છે.હોળીએ બંધન, મિત્રતા, એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો તહેવાર છે. સાંજનો સમય એ સમય છે જ્યારે હોળીનો પ્રકાશ દુષ્ટતાના અંતનો સંકેત આપે છે. આગલી સવારે રંગો સાથે રમવાનો, મિત્રતા અને ખુશીની ઉજવણી કરવાનો દિવસ છે, જેમાં ઘણું ગાવાનું અને નૃત્ય સામેલ છે. હોળીમાં હૃદય મનની વિકૃતિઓનું દહન કરી બીજા દિવસે સવારથી રંગોત્સવ ધુળેટી પર્વની ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે.

યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here