તા.૧૪/૦૬/૨૦૨૫ના શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયાના ઉ.મા. વિભાગના નામકરણ દાતા અને અન્ય દાન પેટે રૂપિયા બાવીસ લાખથી વધુનું માતબર દાન આપનાર દાતા,થરા માર્કેટ યાર્ડના યુવા વેપારી,પ્રગતિ બેંક,બનાસ બેંકના ડિરેક્ટર શ્રી ગોવિંદભાઈ વિસાભાઈ ચૌધરી ગામ-ખસાનું માગૅ અકસ્માતમાં દુઃખદઅવસાન થતાં સમાજને ના પુરી શકાયતેવી મોટી ખોટ પડી છે ત્યારે તેમનાં સ્મણાર્થે પરિવાર જનો દ્વારા ૫૧૦૦૦/- (એકાવન હજાર પુરા) આપી આજીવન તિથીભોજન શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા સંચાલિત શ્રીમતી નાથીબેન પચાણભાઈ કન્યા કેળવણી સંકુલમાં શ્રીમતી વિરાબેન અમરાભાઇ કન્યા પ્રાથમિક શાળા,શ્રીમતી રગાબેન બાબરાભાઈ કન્યા માધ્યમિક શાળા શ્રીમતી ધુડીબેનરામાભાઇ કન્યા ઉચ્ચતર માધ્યમિકશાળામાં અભ્યાસ કરતી બાલિકાઓને આજીવન તિથીભોજન નોંધાવેલ તથા ૩૧૦૦૦/- શ્રી કાંકરેજ આંજણા કેળવણી મંડળ, થરા સંચાલિત શ્રી આંજણા વિધાર્થી ભુવન પટેલબોર્ડિંગથરા આજીવન તિથિ ભોજન નોંધાવેલ છે. દર વર્ષે આજીવન એમની તિથિના દિવસે શાળાના ભુલકાઓ શાળા માં શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપશે અને બાળકો તિથી ભોજન જમશે.આજીવન શાળામાં તે દિવસે સ્વર્ગસ્થના આત્માને યાદ કરી બાલિકાઓ શ્રધ્ધાંજલિ અર્પણ કરી તિથી ભોજન જમે આવા ઉત્તમ કાર્ય બદલ સમાજ-સંચાલક મંડળ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.આ શ્રધ્ધાંજલિ પ્રસંગે પેથાભાઈ જોધાભાઈ આંજણા રવિયાણા તરફથી પણ આજીવન તિથિ ભોજન ૫૧૦૦૦/- રૈયા અર્પણ કરે છે.૫૫૦૦૦/- સ્વ. ગોવિંદભાઈ પરિવાર પાંચ ગૌશાળામાં, ૨૫૦૦૦/- ચીનુલાલ પાંચાણી પ્રગતિ બેંક થરા, ૨૫૦૦૦/- ધીરજભાઈ કે શાહ થરા, ૧૧૦૦૦/- રામજીભાઈ પરિવાર ખસા, ૧૧૦૦૦/- ઉમેશભાઈ પ્રજાપતિ થરા, ૧૧૦૦૦/- વાઘુજી કાળુજી વડા તમામ દાતા ગૌશાળામાં સ્વ.ગોવિંદભાઈના આત્માને ભગવાન ચિર શાંતિ આપે એ માટે દાન કરે છે. પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્મા ને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના..
યશપાલસિંહ ટી વાઘેલા થરા
Home Gujarat BANASKANTHA સ્વ.ગોવિંદભાઈ વિસાભાઈ ચૌધરીના સ્મરણાર્થે વિવિધ સંસ્થાઓમાં માતબર દાનની જાહેરાત કરાઈ…




