પાટણ તા. ૧૭
મીલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ જિલ્લા પોલીસ વડાની સુચના આધારે પાટણ તાલુકા પોલીસ ટીમે ચક્રો ગતિશીલ કયૉ હતા તે સમયે પોલીસ ઇન્સ્પેકટર જે.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ મળેલ બાતમી હકીકત આધારે થરા ખાતેથી ઠાકોર કિરણ ઉર્ફે કરણ ઉર્ફે ગેડો સુરાજી જોરૂજી ઉ.વ-૨૫ હાલ રહે. થરા આંબાવાડી વિસ્તાર તા-કાકરેજ જી.બનાસકાંઠાવાળાને પાટણ તાલુકા પો.સ્ટે.ના હોન્ડા કમ્પનીના એકટીવા રજી.નં.GJ-24-BD-1595 કિ.રૂ. ૩૦,૦૦૦/- ની ચોરીના ગુનાની તેણે કબુલાત કરતાં પોલીસે તેની ચોરી કરેલા એકટીવા સાથે અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી પાટણ




