થરા ખાતે જીવન ગરિમાના પૂણ્ય શ્ર્લોક સ્મૃતિ વિશેષાંકનું વિમોચન તથા શ્રદ્ધાસુમન કાર્યક્રમ યોજાયો…

કાંકરેજ તાલુકાના ભાજપ અગ્રણી અને જલારામબાપાના પરમ સેવક ગૌ ભક્ત સ્વ.અચરત લાલ ઠક્કરની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિએ થરા ઓગડ વિદ્યામંદિર પ્રાર્થના હોલમાં જીવન ગરિમાના પૂણ્ય શ્ર્લોક સ્વ. અચરતલાલ સ્મરણાંજલિ વિશેષાંકનુંવિમોચન તથા શ્રદ્ધાસુમન કાર્યક્રમ પપૂ શ્રી૧૦૦૮ મહામંડળેશ્વર ઘનશ્યામ પુરીજી(વાળીનાથ મંદિર થરા,પ.પૂ.જાનકીદાસજી કમીજલા,પ.પૂ શ્રી કિશોરદાસજી (વરલી)શ્રી મમતામૈયા (મહાકાળી મંદિર )ના સાંનિધ્યમાં અને વિધાન સભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય મહેમાન પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ધારાસભ્ય કિરીટસિંહ રાણા લીબડી લવિંગજીઠાકોર રાધનપુર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ભરતસિંહ ડાભી સાંસદ પાટણ. પૂર્વ સંસદ પરબતભાઇ પટેલ, દિનેશભાઇ અનાવાડીયા,ગુમાન સિંહ ચૌહાણ,રેખાબેન ખાણેચા, ડૉ.અનિલભાઈ પટેલ,ડાયાભાઇ પટેલ ચેરમેન બનાસ બેંક,કનુ ભાઈ વ્યાસ,પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભારતસિંહ ભટેસરીયા ડી.ડી.જાલેરા,ધીરજભાઈ શાહ યશપાલસિંહ ટી.વાઘેલા, ડૉ.હેમ રાજભાઈ પટેલ,દિપકભાઈજોષી મહેશભાઈ મુલાણી,રાયચંદભાઈ ઠક્કર,ડૉ.સી.એમ. ઠક્કર, હીરા ભાઈ જોષી,એ.કે. ઠકકર , વિનોદ ભાઈ ગોકલાણી,નાથાલાલ બ્રહ્મ ક્ષત્રિય,પ્રહલાદભાઈ ઠકકર, વિજયભાઈ ટેસ્ટી, સ્વ.અચરત લાલ શિવરામભાઈ ભુદરભાઈ ગોકલાણી પરિવાર વગેરે સૌ ઉપસ્થિત રહયા હતા. જીવન ગરિમાના પૂણ્ય શ્ર્લોક સ્વ. અચરતલાલ સ્મરણાંજલિ વિશેષાંકનું વિમોચન સ્ટેજ પર સંતો મહાનુભાવોના હસ્તે કરી સંતો મહંતો મહાનુભાવોએ હ્રદય ના ભાવ શબ્દોમાં વ્યક્ત કરી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.સૌ પ્રથમ પુ.જલારામ બાપા,સ્વ. અચરતલાલ અને સ્વ.મુક્તબાના ફોટા પાસે દીપ પ્રગટાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા ત્યાર બાદ સૌ સંતો મહંતો મહેમાનનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ.પુસ્તક વિમોચન તથા સ્વ.અચરતલાલ ઠક્કરને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.
જીવન ગરિમાના પૂણ્ય શ્ર્લોક સ્વ. અચરતલાલ સ્મરણાંજલિ વિશેષાંકનું સંપાદન જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુએ મંથનભાઈ દિસ્કર ગ્રંથ પ્રયોજક હર્ષદભાઈ ઠક્કર,પ્રકાશક નિરંજનભાઈ ઠક્કર દ્વારા સારી રીતે તૈયાર કરવામાં આવેલ.ભોજનપ્રસાદ લઈ રાત્રે પૂ.જલા રામ બાપાના ભજન સત્સંગ કરી સૌ છુટા પડ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ બંધુએ ભાવવાહી શૈલીમાં કરેલ.

યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here