પાટણ જિલ્લા ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક ના જન્મ દિવસની સેવાપ્રવૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી…

પાટણ તા.૧૮
રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયકના પંચાવનમાં જન્મદિન પ્રસંગે ગુરુવારે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
સાંસદ ના જન્મદિવસ પ્રસંગે ચાણસ્માના સેલાવી ખાતેના વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોને મિષ્ટ ભોજન, વસ્ત્રદાન સાથે આંગણવાડીના બાળકોને ચોકલેટ અને બિસ્કીટ નું વિતરણ,સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ જેવા સેવા કાર્યો કરવામાં આવ્યા હતા.
જ્યારે પાટણ શહેરમાં પણ સદારામ છાત્રાલય અને લાઈબ્રેરી ની દિકરીઓને મિષ્ટ ભોજન સાથે સિવિલ હોસ્પિટલમાં દર્દી
ઓને ફ્રુટ વિતરણ કરાયું હતું.તો સરસ્વતીના કાંસા સીએસસી સેન્ટર માં ફ્રુટ વિતરણ અને ભગવાનપુરા ખારેડા પ્રાથમિક શાળામાં બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું.તો સમી તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની આંગણવાડી ના બાળકોને પણ ચોકલેટ – બિસ્કીટ નું વિતરણ કરી સાંસદ મયંકભાઇ નાયક ના જન્મ દિવસની ઉજવણી ને યાદગાર બનાવી હતી.
રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક ના જન્મ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમોમાં ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું સંકલનકતૉ વિનયસિંહ ઝાલા એ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here