દિવાળીના તહેવારો જાણે કેટલાક ખાતાંના અધિકારીઓ કર્મચારી ઓ માટે લોકોના આરોગ્ય જીવ સાથે જોખમ ઊભું કરતા વેપારી ઓ-ઇસમો પાસેથી હપ્તા લઈ થેલા ભરવાનું પર્વ બની ગયું છે. કાંકરેજ-ઓગડ તાલુકામાંશિહોરી થરા નગરમાં આજકાલ આવા દૃશ્યો હકીકત જોવા સાંભળવા મળી રહી છે.
કાંકરેજ ઓગડ તાલુકામાંશિહોરી થરા નગર દિવાળી તથા રાજકીય સામાજિક ધાર્મિક ઉત્સવ પ્રસંગે ફટાકડા ફોડવા એ રસમ જેવું બની ગયું છે.ગઇકાલથી દિવાળી ના તહેવારો શરૂ થયા ત્યારે નવ નિયુકત ઓગડ તાલુકાના થરા નગરમાં લાખો રૂપિયાના ફટાકડાના ગોડાઉનો દિવાળીના બે મહીના અગાઉ જ ભરાઈ ગયા અને છેલ્લા આઠ દશ દિવસથી નાના છૂટક વેપારીને વેચતા આવા લોકો ફૂટપાથ સર્વિસ રોડ પર લારી ગલ્લા મંડપ બાંધી ફટાકડાના સ્ટોલ ઉભા કરી ધંધો કરી રહયા છે જે લોકો વિસ્તાર માટે જોખમી ઘાતક છે છતાં બધું ચાલે છે આ વર્ષે નવ નિયુકત ઓગડ તાલુકાના થરા નગરમાં લોકોના કહેવા મુજબ ફટાકડાના સ્ટોલ લારી ગલ્લા પાંચ દિવસ ચાલુ રાખવાનો આ નાના-ગરીબ વેપારીઓ પાસેથી પાંચ હજારથી અગિયાર હજાર સુધીનો હપ્તો નક્કી કરવામાં આવ્યો છે.આ હપ્તો કોના કહેવાથી નક્કી થયો અને તે કોણે ઉઘરાવ્યો અને આદેશ કર્તા અધિકારી સુધી કેટલો પહોંચ્યો. મોટા વેપારીઓ પાસેથી પાંચ આંકડાની મોટી રકમ લીધી તેનું શું ?તેની તપાસ કાંકરેજ-ઓગડ મામલતદાર, ફ્લેગ માર્ચ કરી તહેવારો લોકોમાં શાંતિથી ઉજવાય તેવા પ્રયત્ન કરતા બાહોશ પોલીસ અધિકારી કરી આવા તત્વોને ખુલ્લા પડી સરઘસ કાઢી લોકોમાં એક દાખલો બેસાડશે???? ઓગડ તાલુકાના થરા નગરમાં ઠેર ઠેર વરલી જુગાર દેશી પરપ્રાંતીય દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલે છે જે પોલીસ સ્ટેશનના અધિકારી સ્ટાફને દેખાતું નહી હોવાનો લોકોનો આક્રોશ છે ત્યાં આ ફટાકડાના સ્ટોલ લારી ગલ્લા પ્ર હપ્તા લેવાનો કકળાટ શરૂ થયો છે.. તપાસ કરે કોણ ?અહી સબ સોમલા જ છે તેવું લોકો કહે છે ત્યારે પ્રામાણિકતાની છાપ ધરાવતા ઇન્ચાર્જ મામલતદાર પટેલ અને ચીફ ઓફિસર જોશી,થરા પોલીસ સ્ટેશનના પીઆઇ દેસાઈ સાચી તપાસ કરી આવા તત્વોને ખુલ્લા પડી દાખલો બેસાડે તેવી જનતા જનાર્દનની માંગ છે.આવા સ્ટોલ લારી ગલ્લા ગોડાઉનો લોકોના જીવ માટે જોખમી હોવા છતાં જો હપ્તાની વાત ખોટી હોય તો ફાયરસેફ્ટી લાયસન્સ વગર કેવી રીતે ચાલે છે તેનો જવાબ આ બાહોશ પ્રમાણિક અધિકારીઓ કર્મચારી ઓ લોકોને આપશે ખરા ??
યશપાલસિંહ ટી વાઘેલા થરા




