અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવની તૈયારીઓ શરૂ

પાટણમાં 1-7 ડિસેમ્બર દરમિયાન ગૌ ભાગવત કથા, 22 સપ્ટેમ્બરથી રથયાત્રા….

પાટણની હરીઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે આગામી 1થી 7 ડિસેમ્બર દરમિયાન અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ યોજાશે. આ મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે પાટણ માર્કેટ યાર્ડમાં સજ્જન શક્તિ ગૌ સંમેલન યોજાયું. સંમેલનમાં 2000થી વધુ લોકોએ ભાગ લીધો.

મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું કે મહોત્સવમાં 108 ગૌ માતાનું પૂજન, સુરભી યજ્ઞ અને વૈદિક સરસ્વતી નદીનું પૂજન થશે. પાટણના ધારાસભ્ય ડો. કીરીટભાઈ પટેલે કથા માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી.

મહોત્સવની વિશેષ તૈયારીઓમાં 22 સપ્ટેમ્બરથી ગામે-ગામ રથયાત્રાઓ નીકળશે. રથયાત્રાનું પ્રસ્થાન વાળીનાથ ચોકથી સવારે 9 વાગ્યે થશે. સમગ્ર પાટણને કમાનો, બેનરો અને રોશનીથી શણગારવામાં આવશે. કથાનો પ્રારંભ 11 વાલ્મીકિ સમાજની દીકરીઓ દ્વારા પૂજ્ય રમેશભાઈ ઓઝાને કુમકુમ તિલક કરીને કરાવવામાં આવશે.

કથાના મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસ સહિત અનેક દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.

APMCના ચેરમેન સ્નેહલભાઈ પટેલે માર્કેટ યાર્ડ તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી.

કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા……..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here