આમ આદમી પાર્ટી પાટણ દ્વારા પાટણ શહેરના ટી.બી ત્રણ રસ્તા થી પાટણ જિલ્લા કલેકટર કચેરી સુધી પદયાત્રા કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું..


આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા ગુજરાત અને પાટણમાં ખેડૂતોને થઈ રહેલ અન્યાય બાબતે અને બોટાદ કડદા આંદોલનમાં ખેડૂતો પર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવાની માંગ સાથે ગુજરાતના રાજ્યપાલને અનુલક્ષીને પાટણ જિલ્લા કલેકટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..

આ પ્રસંગે આપ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ લોકસભા કો ઓર્ડીનેટર પ્રભાતસિંહ સોલંકી, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, પાટણ વિધાનસભા સહ પ્રભારી જગદીશભાઈ પરમાર, રાધનપુર વિધાનસભા પ્રભારી મહેશદાન ગઢવી, સિદ્ધપુર વિધાનસભા સંગઠન મંત્રી વાઘાજી ઠાકોર, પાટણ જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર, પાટણ જિલ્લા એસ.સી સેલ પ્રમુખ દિલીપભાઈ સોલંકી, રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઈ જોશી, પાટણ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ રાણાજી ઠાકોર, વામૈયા જિલ્લા પંચાયત ઇન્ચાર્જ વિનુભાઈ સોલંકી, બાલીસાણા જિલ્લા પંચાયત વિપુલભાઈ પંચાલ, પાટણ તાલુકા પ્રમુખ નિકેશભાઈ ઠાકોર, પાટણ શહેર એસ.સી સેલ પ્રમુખ જે. ડી પરમાર, પ્રવકતા લક્ષ્મણભાઈ રબારી, દિલીપસિંહ ડેર, અરજણભાઇ આહીર, હિતેશભાઈ પટેલ, દશરથજી ઠાકોર, અશોકભાઈ સોસાણી, યોગેશભાઈ સ્વામી સહિત હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા..




