સરસ્વતી તાલુકાના વદાણી હાઇવે માં આવેલ તાજ કોમ્પલેક્ષ માં આવેલ એ કે હોસ્પિટલ માં પ્રસૂતી વિભાગમાં વદાણી ગામના રહીશ સાહિનબેન સહદભાઈ ને બેલાના બે ( જુડવા ) બાળકોનો જન્મ થયો હતો જે એ કે હોસ્પિટલ ના ડોક્ટર પી.એસ.પટેલ સાહેબ પાસે ટ્રીટમેન્ટ કરાવેલ અને સફળ પ્રસુતિ થતા ડોક્ટર સાહેબની ની કામગીરી બિરદાવામાં આવી હતી અને બંને બાળકોની તબિયત તંદુરસ્ત સ્થિતિમાં જોવા મળી હતીઅને આ બંને બાળકોને ઓપરેશન કરીને લેવામાં આવ્યા હતા જેમાં બંને બાળકો અને માતાની તબિયત પણ તંદુરસ્ત જોવા મળી..

માતા અને બાળકોની સ્થિતિ
હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાળકોની સ્થિતિ: બંને નવજાત બાળકો સંપૂર્ણપણે તંદુરસ્ત છે.
- માતાની સ્થિતિ: ઓપરેશન બાદ માતા સાહિનબેનની તબિયત પણ સુધારા પર અને સ્થિર છે.
વદાણી ગામના રહીશો અને પરિવારજનોએ હોસ્પિટલ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં આવી અત્યાધુનિક અને સુરક્ષિત તબીબી સેવાઓ મળતા સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી છે.




