ઓગડ તાલુકાના થરા માર્કેટ યાર્ડ ખાતે ભાજપ કાંકરેજ દ્વારા પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું.
જેમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર,જિલ્લા ભાજપ અધ્યક્ષ કિર્તીસિંહ વાઘેલા, બનાસ ડેરીના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર, માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,કિરીટભાઈ ઠક્કર,જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા, પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, કરણસિંહ વાઘેલા, સહિત જિલ્લા અને તાલુકાના ભાજપના અગ્રણીઓ તથા પ્રભુત્વ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નંદાજી ઠાકોરનાજણાવાયું હતું કે જીવન જરૂરીયાતવાળી અનેક વસ્તુઓ જેમ કે દૂધ, પનીર,પેપર- નોટબુક દવાઓ, વીમા પ્રીમિયમ, સસ્તાં કપડાં વગેરે હવે જીએસટી મુક્ત અથવા ૫% દર હેઠળ લાવવામાં આવી છે. જીએસટીમાં થયેલા આ ફેરફારથી ખેડૂતો, મજૂરો અને ગ્રામ્યપરિવારોએ દરરોજ વપરાતી વસ્તુઓ પર વધુ ખર્ચ કરવો ન પડે,તે રૂપે સીધો લાભ મળશે.સાથે જ સ્થાનિક વ્યાપારીઓ અને ઉદ્યોગ કારોને ઉત્પાદનમાં પ્રોત્સાહન મળશે.
મુખ્ય અતિથિઓએ આ ઉપક્રમે આપેલ પ્રવચનમાં કહ્યું કે મોદી સરકાર દ્વારા લોકહિતના લક્ષ્ય સાથે જીએસટી વ્યવસ્થાને સરળ અને ગ્રાહકમૈત્રી બનાવવાનો પ્રયત્ન થયો છે.આ સુધારણાઓ નો સીધો અસર ગ્રામ્ય ભારત પર દેખાશે, જ્યાં ખેડૂત અને મજૂર વર્ગ જીવન જરૂરિયાતની વસ્તુઓ વપરાય છે પ્રબુદ્ધ સંમેલન દ્વારા તાલુકા સ્તરે કાર્યકરો અને નાગરિકોને આ નવા જીએસટી દર વિશે જાગૃત કરી ગ્રાહકોને ફાયદો કેવી રીતે મળશે તે વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
યશપાલસિહ ટી વાઘેલા થરા



