કાંકરેજ તાલુકાના સુદ્રોસણ ગામે બનાસ નદીના પટ્ટમાં પશુ ચરાવતા યુવક પર આકાશી વીજળી પડતાં મોત

કાંકરેજ તાલુકામાં કાળઝાળ ગરમી બફારથી લોકો અબોલ જીવો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યાં આજે અષાઢ મહિના પ્રથમ દિવસે વહેલી સવારે કાળાં ડીબાંગ વાદળો ચડી આવ્યાં હતા ને હાડ ધ્રુજાવતી વીજળી અને કડાકા ભડાકા સાથે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો હતો જાણવા મળતી માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના સુદ્રોસણ બનાસ નદી પટ્ટમાં પોતાના ઢોર પશુ ચરાવવા ગયેલ ગામના અલ્પેશજી અમરતજી ઠાકોર ઉમર આશરે ૨૪ વર્ષીય પર અચાનક આકાશી વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું
આ ઘટનાની જાણ તલાટી મામલતદાર તેમજ વહીવટી તંત્રને કરવામાં આવી છે..
મૂર્તકની લાશને થરા જે.વી.શાહ સરકારી હોસ્પિટલમાં લાવી પીએમ કરી તેના વાલી વારસને સોંપવામાં આવી હતી.અષાઢ મહિનાના પહેલા દિવસે જ આવી ગોઝારી ઘટના બનતા નાનકડા સુદ્રોસણ ગામમાં તથા આજુબાજુના શોકની કાલિમા છવાઈ ગઈ હતી. કાળાં ડીબાંગ વાદળો મેઘ ગર્જના વીજના ચમકારા જ બાકી વરસાદ નહી પડતાં એ જ ગરમી બફારા વચ્ચે લોકો વિહવળ જોવા મળ્યા હતા
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here