પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહી માગૅદશૅન મેળવ્યું…

પાટણ તા.૧૯
આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે આયોજિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ની પ્રદેશ કાયૅશાળા નું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના ભાજપ આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
ગાંધીનગર ખાતે આયોજિત આ પ્રદેશ કક્ષાની કાયૅશાળામા ઉપસ્થિત મુખ્યમંત્રી સહિતના ભાજપના આગેવાનો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર સંકલ્પ અભિયાનને જન જન સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું.
પ્રદેશ કક્ષાની આયોજિત આ કાર્યશાળા માં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને એમની ટીમે પણ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું .
પ્રદેશ કાર્યશાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,સંગઠન મહામંત્રી રત્નાકરજી અને બુલંદ લોકસભાના સાંસદ અને મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ભોલા
સીંગે માર્ગદર્શન આપ્યું હતું.
ગાંધીનગર ખાતે આયોજિત આ પ્રદેશ કાયૅશાળામા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ સિંધવ, ધારાસભ્ય લવિંગજી, નગરપાલિકા કોર્પોરેટર જયેશભાઈ પટેલ પાટણ જિલ્લા મીડિયા કન્વીનર જયેશભાઈ દરજી સહિતના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.