પાટણ:
આજના સમયમાં જ્યારે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી ભવ્ય પાર્ટીઓ અને ખર્ચાળ આયોજનો દ્વારા કરતા હોય છે, ત્યારે પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલના આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષકનું રાજ્ય પારિતોષિક વિજેતા ડૉ. ધનરાજભાઈ ઠક્કરે પોતાના જન્મદિવસ નિમિત્તે રકતદાન કેમ્પ ના આયોજન દ્વારા એક પ્રેરણાદાયી સંદેશ આપેલ છે.



છેલ્લા દસ વર્ષથી તેઓ પોતાના જન્મદિવસ પર રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજને નવી રાહ ચીંધી રહ્યા છે. આ વર્ષે પણ તેમના જન્મદિવસ પ્રસંગે ચિત્રકૂટ સોસાયટી ખાતે સ્નેહીજનો, મિત્ર વર્તુળ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર રક્તદાન કરી આ ઉમદા કાર્યમાં સહભાગી થયા હતા.
રોટરી ક્લબ અને એસ.કે. બ્લડ બેંકનો સહયોગ
આ કાર્યક્રમમાં રોટરી ક્લબ પાટણ અને એસ.કે. બ્લડ બેંક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રોટેરિયન ઝેડ.એન. સોઢાએ જણાવ્યું હતું કે, “ડૉ. ધનરાજભાઈનું આ પગલું સમાજ માટે ખૂબ જ સરાહનીય અને પ્રેરણારૂપ છે. રક્તદાન એ મહાદાન છે અને તેના દ્વારા અનેક લોકોના જીવ બચાવી શકાય છે. દરેક વ્યક્તિએ પોતાના ખાસ દિવસોમાં આવી રીતે સમાજ સેવાના કાર્યો કરવા જોઈએ.”
યુવા પેઢી માટે પ્રેરણા
ધનરાજભાઈની આ પહેલથી માત્ર તેમના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ આખો પાટણ જિલ્લો પ્રેરણા લઈ રહ્યો છે. દર વર્ષે રક્તદાન કેમ્પમાં એકત્રિત થતું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ કાર્યક્રમમાં રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને 27 બોટલ બ્લડ એકત્રિત થયું હતું શુભેચ્છકો સ્નેહીજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી આપી ડૉ. ધનરાજભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને રક્તદાનના મહત્ત્વને સમજી આ અભિયાનમાં જોડાયા હતા.




