પાટણ ૧૭
ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ પાટણ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર મેડિકલ હોસ્પિટલ ખાતે મહિલા અને બાળ અધિકારી શ્રી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર 1/08/2018 થી 24 કલાક કાર્યરત છે તેમાં હિંસાથી પીડિત મહિલાઓ ને એક જ સત્ર નીચે કાયદાકીય સહાય ,તબીબી સહાય ,પોલીસ સહાય મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ અને હંગામી ધોરણે પાંચ દિવસ માટે આશ્રય મહિલા ને સરળતા થી મળી રહે છે જેમાં એક 70 વર્ષ ના માજી કંબોઈ ગામ ની નર્મદા કેનાલ પોતાના શરીર થી થાકી જીવન ટૂંકાવાવ ગયેલ અને એક આગેવાન જોઈ જતા તેમને બચાવી ચાણસ્મા પોલીસ ને જાણ કરી હતી અને પોલીસ દ્વારા પૂછ પરછ કરતા તેઓ કઈ જણાવવા તૈયાર ન હતા ત્યાર બાદ માજી ને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અને મદદ માટે મૂકવાં માં આવેલ અને સેન્ટર ના કર્મચારી દ્વારા સતત કાઉસેલિગ કરતા કરતા તેઓ કઈ જ જણાવતા ન હતાં આજુ બાજુ ના ગામો માં પણ તપાસ કરવા માં આવેલ પરંતુ માજી કઈ જ જણાવવા તૈયાર ન હોય તેઓ ને માનસીક વોર્ડ માં દાખલ કરી તબીબી સારવાર આપી હતી અને 18 દિવસ ના અંતે માજી એ થોડી ઘણી માહિતી આપી તે માહિતી ના આધારે osc માં નિમણૂક થયેલ લેડીસ હેડ કોસ્ટેબલ લીલી બેન દ્વારા સિદ્ધપુર પોલીસસ્ટેશન નો સંપર્ક કરી તેઓ ના આધારે વયો વૃધ્ધ માજી નો પરિવાર શોધી કાઢેલ અને તેમના દીકરાનો સંપર્ક કરેલ અને તેઓ તુરંત તેમની માતા ને લેવા માટે આવેલ અને તેમના જણાવ્યા પ્રમાણે તેઓ 15 દિવસ થી માજી ની શોધખોળ કરી રહ્યા હતા અને આજે દીકરા એ માતાને સુરક્ષિત જોઈ ખૂબ ખુશ થયા હતા અને સખી વન સ્ટોપ સેન્ટર નો ખૂબ આભાર માની અને 18 દિવસ સુધી સાચવ્યા અને તેઓ ને એકલા ક્યાંય ન મોકલી દીધા અને એક પરિવાર ના સભ્ય ની જેમ સાચવી રાખ્યા તેથી મહિલા અને બાળ અઘિકારી શ્રી તેમજ દહેજ પ્રતિબંધ સહ રક્ષણ અઘિકારી શ્રી ના માર્ગદર્શન થી સેન્ટરના કર્મચારી, પોલીસ હેડ કોસ્ટેબલ લીલી બેન અને સરવાર આપનાર ડોકટર ચિંતન સર નો પરિવારે આભાર માન્યો હતો
તસ્વીર શૈલેષ નાયી પાટણ



