નવા સ્થળે શરૂ થયેલી આ શાખામાં ગ્રાહકોને અને ખાસ કરીને વેપારી વર્ગને આધુનિક સેવાઓનો લાભ મળશે : ચેરમેન…

પાટણ તા. 27
પાટણ જિલ્લાની અગ્રણી સહકારી બેંક, ‘ધી પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડ’ દ્વારા ડીસાના વેપારીઓની સુવિધામાં વધારો કરતા બેંકની શાખાનું મંગળવારે રિસાલા બજાર ખાતે સ્થળાંતર કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. છેલ્લા આઠ વર્ષથી ડીસા માર્કેટ યાર્ડ પાસે કાર્યરત આ શાખાને હવે શહેરના મુખ્ય વ્યાપારી કેન્દ્ર રિસાલા બજારમાં ફાયર સ્ટેશનની સામે સ્થળાંત
રિત કરવામાં આવી છે.


આ નવી શાખાનું ઉદ્ઘાટન બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ (વકીલ) ના વરદ હસ્તે અને બેંકના ડિરેક્ટરોની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડીસાના અગ્રણી વેપારીઓ શાંતિભાઈ હેરૂવાળા ચેરમેન, ડીસા પીપલ્સ બેંક,ખુશાલભાઈ માળી પ્રમુખ, ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશન, રમેશભાઈ દેલવાડીયા પ્રમુખ,ડીસા એફએમસીજી એસોસિએશન આ ઉપરાંત બેંકના મેનેજિંગ ડિરેક્ટર ભરતભાઈ પટેલ,ડિરેક્ટર જયંતિલાલ પટેલ,અતુલભાઈ પટેલ, હરેશભાઈ મોદી, આશિષભાઈ પટેલ,નરેન્દ્રભાઈ પટેલ,અશોકભાઈ મોદી, હીનાબેન પટેલ, મેઘાબેન પટેલ,બેંકના જનરલ મેનેજર કુંદનભાઈ પટેલ
સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભાસદો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવા સ્થળે શરૂ થયેલી આ શાખામાં ગ્રાહકોને અને ખાસ કરીને વેપારી વર્ગને આધુનિક સેવાઓનો લાભ મળશે જેમાં લોકર સુવિધા,મોબાઈલ બેન્કિંગ અને ઈ-કોમર્સ દ્વારા ઓનલાઇન ખરીદીની સુવિધા સાથે ઝડપી ફંડ ટ્રાન્સફર RTGS અને NEFT ની સરળ સુવિધા,વ્યાજબી દરે વિવિધ પ્રકારના લોન અને ધિરાણ ઉપલબ્ધ કરાવાશે તેવું બેકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.
ડીસાના રિસાલા બજાર જેવા વ્યસ્ત વિસ્તારમાં બેંકનું સ્થળાંતર થવાથી સ્થાનિક વેપારીઓને બેન્કિંગ વ્યવહારોમાં વધુ સરળતા મળશે તેવી આશા બેંકના ચેરમેન અને ડિરેક્ટરો તેમજ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.




