કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત,શ્રી સેવંતીલાલ અમૃત લાલ સુરાણી વિદ્યા સંકુલ અંત ર્ગત શ્રીમતી કાન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલા વતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં પ્રથમ વર્ષ બી.એ/ બી.કોમ અને એમ.એ/એમ.કોમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓનો પ્રવેશોત્સવ તથા કોલેજના પ્રિન્સિપાલ ડૉ.ડી એસ. ચારણની હેમ.ઉ.ગુ.યુનિ.પાટણ, આર્ટસ ફેકલ્ટીના ડીન તરીકે પાંચ વર્ષમાટે કુલપતિ દ્વારા નિમણુંક થતા કેળવણી મંડળ દ્વારા સન્માન સમારોહ,જીલ્લા રોજગાર અધિ. એમ.જે.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો, કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરી પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવા માં આવ્યું. સમારોહના પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલ ડૉ.ડી.એસ. ચારણ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી ભારતીય સંસ્કૃતિની ધરોહર માતૃ-પિતૃ ભક્તિ સાકાર કરવા વિધાર્થીઓને વિદ્યાપ્રાપ્તિની સાથે સંસ્કારો અને જીવન મુલ્યોનું મહત્વ સમજાવી કારકિર્દી ઘડવા માટે તેમજ તેમના સર્વાંગી વિકાસ સાધવા માટેપ્રેરિત કરેલ.અધ્યક્ષીય પ્રવચનમાં જિલ્લા રોજગાર અધિ. એમ.જે. પ્રજાપતિએ વિધાર્થીઓને રસ રૂચી અનુસાર વ્યવસાયલક્ષી પ્રવાહમાં પોતાનું જીવન ઘડતર કરે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા તથા ઝળહતી કારકિર્દીના નિર્માણમાં ગ્રંથાલયનો મહત્તમ સદઉપયોગ કરવાની પ્રેરણા પૂરી પાડેલ.આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ ધીરજ ભાઈ કે.શાહ,મંડળના ટ્રસ્ટી ચંદ્રસિહજી વાઘેલા,ભુપેન્દ્રભાઈ ધાણધારા,હસમુખભાઈ ઝવેરી, પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.હેમરાજભાઈ આર.પટેલ,એસ.એસ.શાહ પ્રાધ્યાપકગણ કોલેજ નો સમગ્ર કર્મચારીગણ ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રા.ડૉ.મયંકભાઈ એમ. જોષી અને આભાર વિધી ડૉ.રામ ભાઈ સોલંકી એ કરેલ.
યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા
Home Gujarat BANASKANTHA થરા કોલેજમાં પ્રથમ વર્ષ બી.એ/ બી.કોમ અને એમ.એ/એમ.કોમ ના વિધાર્થીઓ નો પ્રવેશોત્સ્વ...




