થરા નગરમાં છેલ્લા બાર વર્ષથી શ્રીજી ન્યૂઝ પેપર એજન્સી ચલાવતા અને સામાન્ય જીવન જીવતા ગરીબ બ્રાહ્મણ જગદીશભાઈ દવે અને ઉર્મિલાબેનનો દિકરો જીગર ભણવામાં હોંશિયાર હોઈ માતા પિતા એ ગરમી ,ટાઢ, તડકો અને વરસાદ ની પરવા કર્યા વગર રોજ વહેલી સવારે પેપર રોડના ફૂટપાથ પર બેસી વેચી કાળી મજૂરી કરી પોતાનો દીકરો ઈચ્છા મુજબ ડોક્ટર બનાવ્યો.જગદીશભાઈ દવે એ જણાવ્યું હતું કે શ્રીજી મહારાજ અને માઁ કુળદેવીની કૃપાથી અમારું સ્વપ્ન સાકાર થયું છે પ્રભુનો આભાર મારા દીકરાને ડોક્ટરનું સર્ટિફિકેટ મળતાં તેની માતા ઉર્મિલાબેનની આંખોમાં હર્ષના આંસુ આવ્યા હતા,આ નિમિતે અમારા ઘરે વડતાલ તથા બીએપીએસના સંતોની પધરામણી કરાવી સંતોએ આગળ વધવાના શુભ આશીર્વાદ આપ્યા હતા અને ડૉ.જીગર જગદીશભાઈ દવે જીવનમાં ખૂબ ઉતરોતર પ્રગતિ કરે એ માટે પ્રભુને સંતોએ પ્રાર્થના કરી હતી…
યશપાલસિંહ ટી વાઘેલા થરા




