મચ્છરજન્ય રોગચાળો ફેલાય અને રહેઠાણ વિસ્તાર છોડવાની ફરજ પડે તે પહેલા તંત્ર જાગશે ખરૂં ?
ઓગડ તાલુકાના થરા નગર પાલિકાના વોર્ડ નંબર-૬ માં આવેલા વજેગઢ વિસ્તારમાં લાખોના ખર્ચે બનાવવામાં આવેલા સંપ દ્વારા થરા નગર પાલિકા રહેણાંક વિસ્તારનું ગટર નું પાણી ફિલ્ટર કરી દિયોદર રોડ ઉપર આવેલા જાગોસર તળાવ માં તેનો નિકાલ કરવામાં આવતો હોવાનું જાણવા મળેલ છે ત્યારે થોડા સમયથી પાણીના ફિલ્ટર માટે બનાવાયેલો સંપ બંધ હાલતમાં હોવાથી ગટરનું ગંદુ પાણી મોટા પ્રમાણમાં વજેગઢ વિસ્તારમાં ભરાયેલું રહે છે જેના કારણે આ વિસ્તારમાં આવેલી સરકારી મોડેલ હાઈસ્કૂલ, વજેગઢ પ્રાથમિક શાળા નચિકેતા સ્કૂલ કોલેજ આંગણવાડી તેમજ અઢીસો જેટલા ઘરોના રહેણાંક વિસ્તાર રોગચાળાના ભરડામાં આવી શકે છે તેમજ આજુબાજુ આવેલી સ્કૂલોના વિદ્યાર્થીઓને ગંદા પાણીની અસહય દુર્ગંધ વાસ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવનો સામનો કરવો પડી રહ્યો છે ગરમીના લીધે મચ્છર માંખીનો ઉપદ્રવ વધવાથી આ વિસ્તારમાં તાવ ઝેરી મેલરીયા ડેન્ગ્યુ જેવા મચ્છર જન્ય રોગો થવાનો ગંભીર ખતરો મંડરાઇ રહ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વર્તાઈ રહી છે ત્યારે વજેગઢના રહીશ એક જાગૃત નાગરિકના જણાવ્યાનુ સાર અહીં રહેઠાણ વિસ્તાર હોવાથી અવારનવાર શાળાના બાળકો પણ બીમાર પડી રહ્યાછે આ ગટરનું ગંદુ પાણી બીજી કોઈ અન્ય જગ્યાએ છોડવામાં આવે અને જો નગરપાલિકાનું ગંદુ પાણી બંધ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં રોગચાળાથી બચવા આ વિસ્તાર છોડવા માટે મજબૂર બનવું પડશે.કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા વજેગઢ વિસ્તારમાં એકઠું થતું ગટરનું ગંદુ પાણીના નિકાલ કરવા થરા પાલિકાના પ્રમુખને જણાવાયું હોવાનું જાણવા મળે છે.
યશપાસિંહ ટી વાઘેલા થરા




