ઓગડ તાલુકાના થરા -૧ પે કેન્દ્ર પ્રાથમિક શાળા પી.એમ શ્રી ગુજરાતનો રંગોત્સવ વાર્ષિકો ત્સવ-૨૦૨૬ ભવ્ય રીતે ઓગડ તાલુકા મામલતદાર કિરણભાઈ કે.ગોસ્વામી,જિ.ભાજપ કા.સ. પૃથ્વીરાજસિંહ વાઘેલા, યશપાલસિંહ ટી. વાઘેલા,થરા માર્કેટ યાર્ડના વા.ચે.કિરીટભાઈ ઠક્કર,નિરંજનભાઈ સોની, દિનાબેન ફ.ઠક્કર,જયદેવસિંહ વાઘેલા, બળદેવભાઇ જોષી, મધુબેન સોલંકી, કાંકરેજ ઓગડ ટીપીઓ વિજયભાઈ જાદવ, બીટ કે.નિ. ગૌરવભાઈ પંચાલ, થરા-૧ સીઆરસી પ્રહલાદભાઈ જોષી,આચાર્ય નટવરભાઈ સુથાર,વિરેન્દ્રભાઈ મામતોરા, ચેહરાભાઈ ગુર્જર, જયંતીભાઈ પટેલ, વિરભાણભાઇ કાળોતરા છોટાજી ઠાકોર,પાલિકાના કોર્પો, શહેર ભાજપ કાર્યકર્તાઓ મંચસ્થ રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલી ગણ,એસ. એમ.સી.સભ્યો પૂર્વ વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમની શુભ શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય રમેશકુમાર ત્રિવેદીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.પ્રાર્થના બાદ મંચસ્થ મહેમાનોને શાળા પરિવાર વતીથી પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી.જેમાં બાલવાટિકાથી ધો.આઠ સુધીના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત,ભજન,લોકગીતો, ગરબા રાસ,લઘુનાટિકા સરકારી શાળા શ્રેષ્ઠ શાળા,એકપાત્રિય અભિનય ઘુમર નૃત્ય,લેઝિમ ડાન્સ,મા-બાપને ભૂલશો નહિં નાટક જેવી કૃતિઓ રમઝટ બોલાવી ઉપસ્થિત સૌ પ્રેક્ષકોની દાદ મેળવી હતી.શાળાના શિક્ષિકા નેહાબેન જોષીએ થરા ૧ પે કેન્દ્ર શાળા ની વિધાર્થીઓને મળતી વિવિધ સુવિધાઓ,સ્માર્ટ ડિજિટલ શિક્ષણ વિશે વક્તવ્ય આપ્યું હતું. ઉપરાંત શાળા કક્ષા એ યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને મળતા લાભો વિશે વાલી ગણને ખૂબ સારી માહિતી આપી હતી.વાલીગણ તરફથી સારો આર્થિક લોક સહયોગ મળ્યો હતો.
કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થામાં શિક્ષક ભરતભાઈ સુથાર, પ્રકાશભાઇ પટેલ, જયંતીભાઈ પ્રજાપતિ,રીન્કુભાઈ પંડ્યા, રવિભાઈ,રીટાબેન જોષી, મીનલબેન શાહ,મીતાબેન ઠાકોર એ સંભાળી હતી.કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ ઠાકોર અને રાજીવભાઇ ગોર અને આભારવિધિ કાળુભાઈ ચૌધરી એ કરી હતી.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




