પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ, ભુજ ચિરાગ કોરડીયા તથા બનાસકાંઠા એસ.પી. પ્રશાંત સૂંબેએ દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાની સુચના અન્વયે જિલ્લા એલ.સી.બી. પી.આઇ.એ.વી.દેસાઇ પીએસ આઇ પી એલ આહીર તથા એ.એસ.આઇ. પ્રધાનજી ધારશીજી,કિસ્મતજી નટવરજી ભરતભાઇ મગનભાઇ,જયપાલ સીંહ સજુભાની ટીમ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ કે,વડા ગામના દિપસિંહરતનસિંહ રહે. વડા તા.ઓગડ સફેદ કલરની વેન્યુ ગાડી જેનો નં.જી.જે. ૧૮ બીએસ- ૩૫૨૯માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ટોટાણા ગરનાળાથી ખારીયા તરફ જનાર છે જે હકિકત આધારે સદારામ કોમ્પ લેક્ષ આગળ રોડ પર નાકાબંધી મા હતા ઉપરોક્ત હકિકતવાળી વેન્યુ ગાડી આવતા જે ગાડીને ઉભી રાખવા પ્રયત્ન કરેલ પરંતુ જે ગાડી ઉભી રાખેલ નહી અને ખારીયા તરફ ગાડી નાશી છુટતા તેનો પ્રાઇવેટગાડીથી ખારીયા, ટોટાણા, સોહનપુરા, ભદ્રેવાડી, શિયા સુધી પીછો કરેલ અને આ વેન્યુ ગાડીનો શિયા ગામમાં પોતાની ગાડીનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ગાડી ચાલક ગાડી મુકી નાશી ગયેલ હોય તેમજ આ વેન્યુકારમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૬૮ ભરેલ હતો જેની કિ.રૂ. ૧,૯૬, ૨૬૮/- તથા હ્યુન્ડાઇ વેન્યુ ગાડી રજી જી.જે.૧૮ બી એસ-૩૫૨૯ ની કિં.રૂા. ૫,૦૦,૦૦૦/- એમ કુલ કિં.રૂા. ૬,૯૬,૨૬૮/- નો મુદામાલ પકડી પાડી થરા પોલીસ સ્ટેશન ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ-૬૫(એ)(ઇ),૮૧, ૯૮(૨) મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હોવાનું અખબારી યાદીમાં જણાવાયું હતું.
યશપાલસિંહ ટી વાઘેલા થરા
Home Gujarat BANASKANTHA થરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી રૂ.૬,૯૬,૨૬૮/- નોવિદેશી દારૂ/બિયર તથા ગાડી મુદ્દામાલ પકડી...




