કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના ભત્રીજા,બનાસ ડેરી, પ્રગતિબેંક થરા ડિરેક્ટર માર્કેટ વિસાભાઈ રામાભાઈ પેઢીના માલિક ગોવિંદભાઈ વિસાભાઈ પટેલ ખસા ગામના વતનીનું આજે તા.૧૪/૦૬/૨૦૨૫ના સવારે દશ વાગ્યાના અરસામાં થરા નૅશનલ હાઈવેના ઓવર બ્રીજ પર જુના પોલીસ કવોટર સામે શિહોરીથી રાધનપુર તરફ જતું ડંમ્ફર નં .આર. જે.૦૪ જી.સી.4661 અને આઇ -૨૦ કાર નં.જી.જે.27 BE 8971 વચ્ચે આજે સવારે દશ વાગ્યા આસપાસ થયેલ માર્ગ અકસ્માત માં ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. લોકોને જેમ જેમ સમાચાર મળતાં ઘટના સ્થળે તથા થરા જે.વી.શાહ સરકારી રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળા એકઠા થયા હતા.સ્વ.ગોવિંદભાઈ વિસાભાઈ પટેલ લોકોમાં નાની ઉંમરે સારી એવી લોકચાહના ધરાવતા યુવા વેપારી હતા. ઘટનાની જાણ થતાં થરા ટાઉન પોલીસ જમાદાર તથા ટીઆરબી જવાનો ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક વ્યવસ્થાને સાંભળી હતી.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




