પાટણ તા. ૧૬
દિવાળીના તહેવારોને લઈને પાટણ શહેરના બજારોમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે તો બીજી તરફ દિપાવલીના પાવન પર્વને રંગીન બનાવવા પાટણ શહેરના સોસાયટી વિસ્તારમાં કેટલાક રહીશો દ્વારા પોતાના બંગલાઓને રંગબેરંગી રોશની થી શણગારવામાં આવ્યા છે જેને લઇને સોસાયટી વિસ્તારનો નજારો રાત્રી દરમિયાન અનેરો જોવા મળી રહ્યો છે. પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા પૂજા ટેનામેન્ટમાં રહેતા અને સોના ચાંદીના દાગીના ના વ્યવસાય સાથે સંકળાયેલા સોની વેપારી અને દરેક તહેવારોને પોતાના આગવા અંદાજથી ઉજવતા હિતેશભાઈ સોનીએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિપાવલીના પાવન પર્વને લઈને પોતાના સ્નેહા બંગલો ને રંગબેરંગી રોશની થી શણગારી દિપાવલીના પર્વને યાદગાર બનાવવા માટે સુંદર ડેકોરેશન કર્યું હોય જેને લઇને આ વિસ્તારની રાત્રી રોનક અનેરી બની છે.




