પાટણ તા. ૨૦
પાટણ શહેરના ધર્મપ્રેમી નગરજનો તમામ ધર્મોના તહેવારોને ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવીને યાદગાર બનાવતા હોય છે ત્યારે દીપાવલીના પાવન પર્વ નિમિત્તે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
દિપાવલીના પાવન પર્વ પ્રસંગે શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા ભગવાનના મંદિર પરિસરને રંગબેરંગી ફૂલો ની આંગી કરી આકર્ષિત બનાવવામાં આવ્યું હતું.




