પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ નો ૩૯ મો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજ ના પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ સન્માનીય મહાનુભાવોને સન્માનિત કરાયા.

પાટણ તા. ૭
પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ નો ૩૯ માં વાર્ષિક સ્નેહ મિલન સમારોહ તાજેતરમાં શહેરના ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે સમાજ ના પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ સન્માનીય મહાનુભાવોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
જેમાં કલ્પેશભાઈ નાગરભાઈ પટેલ (મણુંદ) ઉદ્યોગપતિ,ડૉ.મયંકભાઈ પટેલ (વાલમ) સદભાવ હોસ્પિટલ. પાટણ,નરેશભાઈ શામળભાઈ પટેલ (સંડેર) ઉદ્યોગપતિ,
વિષ્ણુભાઈ અંબાલાલ પટેલ (વાલમ) મુરલીધર જીનીગ ઇડર, યોગેશભાઈ મણિલાલ પટેલ (સંડેર) ઉદ્યોગપતિ,ઇન્દીરાબેન શંકરભાઈ પટેલ (સંડેર) ઉદ્યોગપતિ, ચિંતનભાઈ પરષોત્તમભાઈ પટેલ (ભાન્ડુ) બિલ્ડર,મહેન્દ્રભાઈ ગંગારામભાઈ પટેલ (બાલીસણા) વાઇસ પ્રેસિડેન્ટ ટેક્ષટાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા,મુકેશભાઈ ખેમચંદભાઈ પટેલ (મણુંદ)
સિન્ડિકેટ મેમ્બર HNGU. પાટણ,શ્રીમતિ ર્ડા.ભાવનાબેન ચંદુભાઈ પટેલ (બાલીસણા) શ્રેષ્ઠશિક્ષક (રાજયકક્ષા),કું. માહી હર્ષદભાઈ પટેલ (મણુંદ) શૂટિંગ (પિસ્તોલ) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ (રાજય
કક્ષા),કું.આર્ચી પીયૂષભાઈ પટેલ (સંડેર)કરાટે ચેમ્પિયન.૨૦૨૫ ને સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે પરિવારના 72 થી વધુ બાળકો એ વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કયૉ હતા.જે કાર્યક્રમ તૈયાર કરવામાં નેહાબેન અને નિધીબેને જહેમત ઉઠાવી હતી.
તો પરિવાર ના તેજસ્વી તારલાઓને પણ ઈનામો આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમ મા પધારેલા મહાનુભાવો સહિતના લોકો નું ચંદન ના તિલક સાથે સ્વાગત કરી સમાજ ભાવના સાથે હું છું ને તેવા બીલ્લા લગાવવામાં આવ્યા હતાં.
સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ અને પાટણ એપીએમસી ના ચેરમેન સ્નેહલ ભાઈ પટેલ, મંત્રી બીપીનભાઈ પટેલ,ખજાનચી મયુરભાઈ પટેલ, હરેશભાઈ પટેલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here