પાટણના નિર્મલ નગર રોડ ઉપર નાળું બનાવવાની કામગીરી દરમ્યાન રોડ બ્લોક કરાતાં વાહન ચાલકો અટવાયા..

જેસીબી મશીન ની મદદથી હાથ ધરવામાં આવેલ નાળાની કામગીરી દરમ્યાન પાણીની પાઇપમાં ભંગાણ સજૉયુ…

વાહન ચાલકો ના રોષને ધ્યાનમાં રાખીને જેસીબી મશીન ની મદદથી માગૅને ખુલ્લો કરવાની ફરજ પડી…

પાટણ તા.૧૯
પાટણના નિર્મળ નગર રોડ ઉપર નવીન નાળું બનાવવાની ચાલી રહેલ કામગીરી દરમ્યાન બનાવવામાં આવેલ સર્વિસ રોડ પર માટીના ઢગલા કરાતાં રોડ બ્લોક થઈ જતાં વાહન ચાલકો અટવાયા હતા.
તો જેસીબી મશીન ની મદદથી હાથ ધરવામાં આવેલ નાળાની કામગીરી દરમ્યાન પાણીની પાઇપ લાઇનમાં પણ ભંગાણ સજૉયુ હતું.જો કે વાહન ચાલકો ના રોષને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જેસીબી મશીન ની મદદ થી માગૅને ખુલ્લો કરવાની ફરજ પડી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી પાટણ શહેરના નિર્મળ નગર રોડ ઉપર નાળુ પહોળું કરવા માટે ની કામગીરી ચાલુ કરવામાં આવી છે પરંતુ પાટણ નગરપાલિકા પાસે આયોજનનો અભાવ હોય તે રીતે કામગીરી ચાલુ કરવામાં આવતાં સ્થાનિક રહીશોની અવર જવર માટે બનાવવામાં આવેલ સર્વિસ રોડ ખૂબજ ખાડા ખૈયા વાળો હોય સ્થાનિક લોકોને ના છુટકે આ રોડ સિવાય એક પણ રોડ પાટણ શહેર માં આવવા માટે ન હોય લોકો ને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે શુક્રવારે નાળાની કામગીરી દરમ્યાન રેતીના ઢગલા આ સર્વિસ રોડ પર કરાતા વાહન ચાલકો અટવાયાં હતા તો જેસીબી મશીનથી કરાતી કામગીરી દરમ્યાન પાણીની પાઇપ લાઇનમાં પણ ભંગાણ સજૉયુ હતું.
જોકે સર્વિસ રોડ ખુલ્લો કરવા મામલે વાહન ચાલકોના રોષને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્વિસ રોડ પરના માટીના ઢગલા ને જેસીબી મશીનથી દુર કરવાની ફરજ પડી હતી.
આગામી સમયમાં આ સર્વિસ રોડ બંધ કરવામાં આવશે તો પાટણ નગરપાલિકા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું સ્થાનિક રહીશો એ જણાવ્યું હતું.
તો નાળું પહોળું કરવાની કામગીરીમાં મુખ્ય પાણી ની પાઇપ લાઇનને પણ નુકસાન થયેલ છે તેને સત્વરે રીપેર કરવા પણ વિસ્તારના લોકો એ માંગ કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here