પાટણના સિધ્ધિ સરોવરના રિનોવેશન પૂર્વે વધુ એક આત્મહત્યાનો પ્રયાસ….

પાટણ શહેરનું સિધ્ધિ સરોવર રીનોવેશન થાય તે પૂર્વે જ ફરી એક વાર સ્યુસાઇટ પોઇન્ટ બની ગયું હોય તેમ એક પછી એક જીવનથી કંટાળેલા લોકો પોતાની જીવન લીલા સંકેલવા સિધ્ધિ સરોવરમાં પડતું મૂકી રહ્યા છે ત્યારે સિધ્ધિ સરોવરનું રિનોવેશન દિવાળી ની પાંચમના શુભ દિવસે થવાનું હતું પરંતુ સિધ્ધિ સરોવરનું રીનોવેશન તો પાંચમના શુભ દિવસે ના થયું પરંતુ પાંચમ ના દિને સુસાઇડ નું મુહર્ત થવા પામ્યું હતું ત્યારે આજરોજ પાટણ શહેરના વોર્ડ નંબર નવ ના રાધનપુરી વાસ ખાતે રહેતા સવિતાબેન અમરતભાઈ પટણી પોતાની બીમારીથી કંટાળી ને સિધ્ધિ સરોવરમાં પડતું મૂકી પોતાની જીવન લીલા સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સિધ્ધિ સરોવરમાં પડતું મૂક્યા બાદ સવિતાબેન પટણી દ્વારા બચાવો બચાવોની બુમો પાડતા, કુબેરેશ્વર મહાદેવના સેવકો અને બાળા બહુચર મંદિરના સેવકોમાં મનીષભાઈ ચોખાવાળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને દોરડા ની મદદથી ડૂબી રહેલા સવિતાબેન પટણી ને  સિધ્ધિ સરોવરમાંથી બહાર કાઢી, તેઓનો જીવ બચાવ્યો હતો અને તુરંત 108 ને ફોન કરીને બોલાવતા ઘટના સ્થળે આવીને સ્ટ્રેચર પર સવિતાબેન પટણીને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા, આમ શહેરનું સિધ્ધિ સરોવર રીનોવેશન થાય તે પૂર્વે જ સિધ્ધિ સરોવરમાં સ્યુસાઇડ કરવાનો પ્રયત્ન થતા કુબેરેશ્વર  મહાદેવના સેવક તેજસભાઈ બારોટે વહેલી તકે સિધ્ધિ સરોવરનું રિનોવેશન હાથ ધરવા પાલીકા તંત્રને અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here