પાટણની એસ.કે. બ્લડ બેંક દ્વારા થેલેસેમીયાના દર્દીને સમયસર બ્લડ પુરુ પાડી દર્દીને વિકટ પરિસ્થિતિમાંથી ઉગાર્યો….

મેડીકલ ક્ષેત્રે પાટણ એક મોટુ હબ ગણાય છે ત્યારે ગુજરાત ઉપરાંત રાજસ્થન થી પણ અનેક દર્દીઓ પાટણમાં સારવાર માટે આવતા હોય છે અને અનેક કારણોસર દર્દીઓને બ્લડની જરૂરીયાત ઉભી થતી હોય છે અને તે બ્લડ પુરુ પાડવા પાટણમાં બ્લડબેંકો પણ છે પરંતુ ક્યારેક એવા બનાવ બનતા હોય છે કે બ્લડબેંકોની કામગીરીથી દર્દીઓમાં રોષ અને નારાજગી ઉભી થતી હોય છે. તેવોજ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો જે મુજબ પાટણમાં ડોક્ટર બકુલભાઈની હોસ્પિટલ ખાતે દાખલ એક થેલેસેમીયાના દર્દીને ‘ઓ’ પોઝીટીવ બ્લડની તાતી જરૂરીયાત હતી, જે માટે દર્દીએ બ્લડ મેળવવા માટે પાટણની એચ.કે. બ્લડબેંક અને પાટણ વોલેન્ટ્રી બ્લડબેંકનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને બ્લડ મળ્યુ ન હતું. ઉલ્લેખનીય છે કે થેલેસેમીયાના દર્દીને બ્લડબેંકો દ્વારા નિઃશુલ્ક બ્લડ આપવાનું હોય છે. ત્યારે આ બન્ને પ્રાઈવેટ બ્લડ બેંક દ્વારા બ્લડ ઉપલબ્ધ ના હોવાનું કહી બ્લડ આપવાની ના પાડી દેવામાં આવી હતી, જ્યારે ત્યાર બાદ દર્દીએ પાટણની સેવાભાવી એસ.કે. બ્લડબેંકનો સંપર્ક કર્યો હતો અને એસ.કે. બ્લડ બેંક દ્વારા થેલેસેમીયાના દર્દીને જરૂરીયાત મુજબનું બ્લડ આપતાં દર્દીએ એસ.કે. બ્લડ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો.

બલ્ડબેંકો દ્વારા ગુજરાત સરકારની વેબસાઈટ ઉપર પોતાની પાસેના બ્લડના સ્ટોક અંગે અપડેટ આપવાનું હોય છે, ત્યારે એચ.કે. બ્લડ બેંકના બ્લડના સ્ટોક અંગ ગુજરાત સરકારની વેબસાઈટ ઉપર 37 ‘ઓ’ પોઝીટીવ બલ્ડની બોટલો અને પાટણ વોલેન્ટ્રી બ્લડ બેંકમાં 10 ‘ઓ’ પોઝીટીવ બલ્ડની બોટલો ઉપલબ્ધ હોવાનું જણાયું હતું, ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે જો એચ.કે. બ્લડ બેંક અને પાટણ વોલેન્ટ્રી બ્લડબેંક પાસે ‘ઓ’ પોઝીટીવ બ્લડની બોટલ હતી તો પછી દર્દીને શામાટે આપવાની ના પાડવામાં આવી ?

જ્યારે પાટણમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પો થતાં હોય છે, અને રક્તદાતાઓના સહયોગથી ઢગલો બલ્ડની બોટલો એકત્રિત કરાતી હોય છે, ત્યારે આવા કપરા સમયમાં જ જો દર્દીને બલ્ડ ના મળી શકે તો પછી આ બ્લડની બોટલોનો શું વહીવટ થાય છે? તેવો પ્રશ્ર્ન દર્દીઓના મનમાં ઉદભવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here