પાટણ તા.૧૯
પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલ શિક્ષણ સાથે – સાથે વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણ જ નહીં,પરંતુ કલા, રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે છે.
તાજેતરમાં SGFI દ્વારા યોજાયેલી વિવિધ કક્ષાની રમતોમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને,ધો.11ની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાને પોતાના કૌશલ્ય
થી સમગ્ર શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.
મુસ્કાને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ તા.17-18 સપ્ટેમ્બરે અમદાવાદ (નિકોલ) ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની અંડર-17 લોન ટેનિસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં તેણે ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
આ ઉપરાંત, રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓમાંથી નેશનલ સ્તરે પસંદગી થતી હોય છે. એ અંતર્ગત પ્રજાપતિ મુસ્કાનની વ્યક્તિગત રમતમાં ટોપ-8 માં પસંદગી થઈ છે, જેના કારણે તેને નેશનલ કેમ્પ માટે સ્થાન મળ્યું છે.
ટૂંક સમયમાં તે નેશનલ કેમ્પમાં ભાગ લઈને રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે, જે માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર પાટણ જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું ગૌરવ ગણાશે.
મુસ્કાનની આ સિદ્ધિ પાછળ તેના વ્યાયામ શિક્ષક નરેશભાઈ પટેલનું માર્ગદર્શન અને તેના કોચ સંતોષભાઈ જાદવના અવિરત પ્રયત્નો મહત્વપૂર્ણ સાબિત થયા છે.
આ ગૌરવપ્રદ સિદ્ધિ બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ,
મંત્રી તથા મંડળના હોદ્દેદારો સહિત શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીભાવિ કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..