
ભાવિક ભક્તો પોતાના ઘર મંદિરમાં પૂજન માં રખાતી માતાજીની મૂર્તિ- ફોટો,ચોખા અને ફૂલ ઘરેથી લાવી સમૂહમાં કાલી પૂજન કયુઁ.

પાટણ તા. ૨૦
પાટણમાં કાળી ચૌદશે નગરદેવી કાલિકા માતાજી મંદિરે 1008 નામોચ્ચાર સાથે ચોખા-ફૂલ ચડાવી ભકતોએ સમૂહ પુજા કરી ભક્તોએ અઢાર હાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પાટણના નગરદેવી કાલિકા માતાના મંદિરે કાળી ચૌદશ નિમિત્તે મા કાળીની વિશેષ પૂજા કરવામાં આવી હતી.
આ પૂજામાં હુડકો ના સ્વતંત્ર ડીરેકટર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ, જાણીતા એડવોકેટ દર્શકભાઈ ત્રિવેદી,અમદાવાદ ની યુ.એન.મહેતા હોસ્પિ
ટલ માં ફરજ બજાવતા પાટણના સેવાભાવી યુવા નૈતિકભાઈ પટેલ સહિત પાટણના પ્રબુધ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાળી ચૌદશના પવિત્ર અવસરે કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજી કરાયેલ નયનરમ્ય શણગાર સહિત માતાજીના અલૌકિક દર્શન સાથે વિધિ વિધાન મુજબ કાળી પૂજામાં ‘ક’ અક્ષરથી શરૂ થતાં માતાજી ના 1008 નામોના ઉચ્ચાર સાથે ચોખા અને ફૂલ અર્પણ કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ભાવિક ભક્તો પોતાના ઘર મંદિરમાં પૂજન માં રખાતી માતાજીની મૂર્તિ કે ફોટો તેમજ ચોખા અને ફૂલ ઘરેથી લાવી તેમણે સમૂહમાં કાલી પૂજન કયુઁ હતું. મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસ દ્વારા આ સમગ્ર પૂજા વિધિ મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવવામાં આવી હતી.




