પાટણમાં દિપાવલીને લગતી વિવિધ ચીજવસ્તુઓની સાથે પ્રગતિ મેદાનમાં ક્રિષ્ના ફટાકડા મોલમાં વિવિધ પ્રકારના ફટાકડાઓની ખરીદી જોવા મળી…

પાટણ શહેરમાં દિવાળી પર્વ અને નૂતન વર્ષ નિમિત્તે વિદેશ ફટાકડા ને ટક્કર આપતા અવનવી વેરાયટી સાથે ભારતીય સ્વદેશી ફટાકડા ખરીદવા માટે વિશ્વાસ પાત્ર સ્થળ એટલે ક્રિષ્ના ફટાકડા મોલ પ્રગતિ મેદાન પાટણ….

પાટણ ક્રિષ્ના ફટાકડા મોલ દ્વારા આયોજિત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન સાથે ભારતીય સ્વદેશી ફટાકડા નો મેગા સ્ટોર પ્રગતિ મેદાન પાટણ માં શરૂ કરવામાં આવ્યો….

જ્યાં ભારતીય સ્વદેશી ફટાકડા શિવાકાશીની અવનવી તથા ફેન્સી ફટાકડાની અવનવી વેરાયટી હોલસેલ વ્યાજબી ભાવમાં ઉપલબ્ધ બની…

સમગ્ર ભારતવર્ષમાં દિપોત્સવનું મહાન પર્વ સૌ કોઈ આનંદ ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવે છે. દિપાવલીના આ પર્વમાં રોશનીની સાથે સાથે પર્વને લગતી વિવિધ ચીજવસ્તુઓ જેવી કે ઘરસજાવટથી માંડીને મહેમાનોને આવકારવા ઘરઆંગણે રંગોળી, મીઠાઈઓ તેમજ મુખવાસનું વિશેષ મહત્વ છે. તો સાથે સાથે જેના વગર દિપાવલીનું પર્વ અધુરુ ગણાય છે તેવા અવનવા ફટાકડાની આતશબાજી કરવા માટે નાના બાળકોથી માંડી મોટેરાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે ત્યારે પાટણ શહેરની બજારોમાં દિપાવલીને લગતી વિવિધ ચીજવસ્તુઓની સાથે સાથે ફટાકડાની ખરીદી શરુ થઈ જવા પામી છે.

દિપાવલીના પાંચ સંપુટના મહાપર્વને ઉજવવા પાટણવાસીઓમાં એક અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહયો છે. દિપાવલી પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે ક્રિષ્ના ફટાકડા મોલમાં વિવિધ પ્રકારના અવનવા અને વ્યાજબી ભાવના ફટાકડાઓની ખરીદી જોવા મળી રહી છે. ખાસ કરીને ચાલુ વર્ષે આતશબાજીની અવનવી વેરાયટીઓમાં નવરંગી ફુવારા, હાઈડ્રોજન બોંબ, લક્ષ્મીછાપ ટેટા, રોકેટ, તારામંડળ, ફુલઝડી સહિત અનેક પ્રકારના ફટાકડાઓની વેરાયટી બજારમાં વેચાણ અર્થે જોવા મળી રહી છે ત્યારે ક્રિષ્ના ફટાકડા મોલ વિદેશી આયાતી ફટાકડાઓ સામે સ્વદેશી ફટાકડા સાથે એક આગવું આકર્ષણ જમાવી રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here