સોમવારના રોજ પાટણ શહેરના હાંસાપુર વિસ્તારમાં દૂધસાગર ડેરીની બાજુમાં આવેલ ઝુંપડી પટ્ટી વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા દિવાળી પર્વ નિમિતે ૧૦૦ જેટલા મીઠાઈ અને ફરસાણના પેકેટ વિતરણ કરી દિવાળી પર્વ નિમિતે દિન દુખીયારાઓને મદદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આપ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, પાટણ જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર, પાટણ તાલુકા પ્રમુખ નીકેશભાઈ ઠાકોર, પાટણ શહેર સહ પ્રભારી નિર્મલભાઈ સોલંકી, અલ્પેશભાઈ પટેલ, પાટણ શહેર એસ.સી સેલ પ્રમુખ જીતુભાઈ પરમાર અને હિતેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.




