પાટણ એલસીબી PI અને યુનિવર્સિટીનાં કુલપતિએ શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ખાતે પધારી આરતી – દર્શન નો લાભ લીધો.

શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્રારા બંન્ને મહાનુભાવો ને સન્માનિત કરાયા…

પાટણ તા. 30
પાટણ એલસીબી PI તરીકે પાટણ જિલ્લામાં પ્રશંશનીય કામગીરી કરનાર પ્રજાપતિ સમાજના હોનહાર અધિકારી રાકેશભાઈ ઉનાગર અને પાટણ યુનિવર્સિટી ના કુલપતિ તરીકે ની ખુબ જ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા પ્રો.કે.સી.પોરીયાએ રવિવારે પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન, શ્રી ગોપેશ્વર મહાદેવ અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસર ખાતે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને ભકતો ના આમંત્રણ ને માન આપીને સાંધ્ય આરતીમાં સહભાગી બની પરમ કૃપાળુ પરમાત્મા ના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.


આ પ્રસંગે બંન્ને સમાજ અગ્રણીઓનું શ્રી પદ્મના
ભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી,
મંત્રી કલ્પેશ સ્વામી સહિત સમાજ આગેવાન શાંતિભાઈ સ્વામી,કમલેશ સ્વામી,સચિન પ્રજાપતિ, રાજુભાઈ (ખન્નાભાઈ),નગરસેવિકા પ્રવિણાબેન મુકેશભાઈ પ્રજાપતિ સહિતના ભકતો દ્વારા ભાવભર્યું સ્વાગત કરી બુકે, શાલ અને ભગવાન ની પ્રસાદ સ્વરૂપ રેવડી અપૅણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.


શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે પધારેલ યુનિવ
ર્સિટી ના કુલપતિ પ્રો. કે. સી.પોરીયા એ પોતાના સન્માન નો પ્રત્યુતર પાઠવતા જણાવ્યું હતું કે સમયની સાથે સાથે સમાજમાં દિવસે દિવસે શિક્ષણનું સ્તર ઉચું આવી રહ્યું છે તો સમાજ સંગઠનની ભાવના પણ મજબૂત બની રહી છે ત્યારે માટી સાથે જોડાયેલ સમાજના માટી સ્વરૂપે પૂજાતા પરમાત્મા ના સાનિધ્યમાં સમાજના વ્યક્તિ વિશેષો નું સમાજ દ્વારા સન્માન કરી જે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે તે ખરેખર વંદનીય છે.
તો પાટણ એલસીબી પીઆઈ રાકેશભાઈ ઉનાગરે પણ પોતાની ફરજના પાટણ મા સવા ચાર વર્ષ થી વધુ સમય દરમ્યાન સમાજના લોકો નો મળેલ પ્રેમ અને સહકાર બદલ લાગણી વ્યક્ત કરી પોતાના સન્માન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here