પાટણ તા. ૪
શ્રાવણ સુદ-૧૦ દશમને સોમવાર નિમિત્તે પાટણ પ્રજાપતિ સમાજના યુવાન ભાઈઓ દ્રારા ચાલતા (જય હરિ ભજન મંડળ) તરફથી દિયોદર તાલુકાની ખડોરાવાસ પ્રાથમિક શાળાના બાળકોને કેળાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.કેળા નો પ્રસાદ ગ્રહણ કરી બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી.
બાળકોને વિતરણ કરવામાં આવેલા આ ઓર્ગેનિક કેળા પાટણ શાકમાર્કેટના ફ્રુટના વેપારી પટેલ મગનલાલ વિઠ્ઠલદાસની પેઢીના કિર્તીભાઈ અને પ્રકાશભાઈ પટેલ દ્વારા નજીવા દરે પુરા પાડવામાં આવ્યા હતા.




