પાટણ:
પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેથી સંગઠનાત્મક નિમણૂંકો અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એક સત્તાવાર યાદી જાહેર કરી મહિલા મોરચાના વિવિધ મંડલોમાં પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવી છે. આ નિમણૂંકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
આ નિમણૂંકો અંતર્ગત સાંતલપુર તાલુકાના પ્રમુખ તરીકે શ્રીમતી ભાવનાબેન સંજયભાઈ ઠાકોર અને મહામંત્રી તરીકે શ્રીમતી વિજયાબેન રામાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે. સમી તાલુકામાં પ્રમુખની જવાબદારી શ્રીમતી સમદરબેન બળવંતજી ઠાકોરને અને મહામંત્રીની જવાબદારી શ્રીમતી હેતલબેન રમેશભાઈ સાધુને સોંપાઈ છે. રાધનપુર તાલુકા માટે પ્રમુખ તરીકે શ્રીમતી સેજલબેન લલીતભાઈ પ્રજાપતિ અને મહામંત્રી તરીકે શ્રીમતી મીનાબેન વણાભાઈ રાણાના નામો જાહેર કરાયા છે. રાધનપુર શહેરમાં પ્રમુખ તરીકે શ્રીમતી કિંજલબેન સુનીલકુમાર દરજી અને મહામંત્રી તરીકે શ્રીમતી પ્રિતીબેન નિલેષભાઈ પટેલ સેવા આપશે. શંખેશ્વર તાલુકામાં પ્રમુખ તરીકે શ્રીમતી મંજુલાબેન જામાજી ઠાકોર અને મહામંત્રી તરીકે શ્રીમતી ગાયત્રીબેન રવિભાઈ જોષીની નિમણૂંક કરવામાં આવી છે. હારીજ તાલુકા મંડલમાં પ્રમુખ તરીકે શ્રીમતી મમતાબેન પ્રકાશભાઈ દેસાઈ અને મહામંત્રી તરીકે શ્રીમતી કિજલબેન નટવરજી ઠાકોરની પસંદગી થઈ છે. હારીજ શહેરમાં પ્રમુખ તરીકે શ્રીમતી મલીકાબેન મહેન્દ્રકુમાર જાની અને મહામંત્રી તરીકે શ્રીમતી કૈલાશબેન જીગરભાઈ રાવળ કાર્યભાર સંભાળશે.
ચાણસ્મા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે શ્રીમતી મધુબેન પ્રવિણભાઈ મહેતા અને મહામંત્રી તરીકે શ્રીમતી જશુમતીબેન મનહરભાઈ પ્રજાપતિની વરણી કરાઈ છે. ચાણસ્મા શહેરમાં પ્રમુખ તરીકે શ્રીમતી મીરાબેન કમલેશકુમાર પટેલ અને મહામંત્રી તરીકે શ્રીમતી રેખાબેન મનોજભાઈ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. પાટણ તાલુકામાં પ્રમુખ તરીકે શ્રીમતી રેખાબેન ગીરીશભાઈ પટેલ અને મહામંત્રી તરીકે શ્રીમતી ધર્મીષ્ઠાબેન બીપીનભાઈ પરમાર સેવા આપશે. પાટણ શહેર મંડલમાં પ્રમુખ તરીકે શ્રીમતી માનસીબેન અમરીશભાઈ ત્રિવેદી અને મહામંત્રી તરીકે શ્રીમતી મીનાબેન હર્ષદભાઈ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. સરસ્વતી તાલુકામાં પ્રમુખ તરીકે શ્રીમતી આશાબેન રાજુભાઈ પટેલ અને મહામંત્રી તરીકે શ્રીમતી ભગવતીબેન પ્રવિણજી ઠાકોરની વરણી થઈ છે. સિધ્ધપુર તાલુકામાં પ્રમુખ તરીકે શ્રીમતી વર્ષાબેન ગીરધરભાઈ પંચાલ અને મહામંત્રી તરીકે શ્રીમતી મધુબેન રોહિતભાઈ દરજી કાર્ય કરશે. સિધ્ધપુર શહેરમાં પ્રમુખ તરીકે શ્રીમતી વર્ષાબેન દેવવ્રતભાઈ દવે અને મહામંત્રી તરીકે શ્રીમતી નર્મદાબેન મહેન્દ્રભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
આ નિમણૂંકો અંગેની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના ઉચ્ચ પદાધિકારીઓને જાણ અર્થે રવાના કરવામાં આવી છે.




