સામાજિક રાજકીય આગેવાનો ગુરુભક્તોએ દર્શનનો લાભ લીધો

આજે નૂતન વર્ષ દિવસે પાટણ સમીપ આવેલ નોરતા ધામ ખાતે પરમ પૂજ્ય દોલતરામ બાપુ આશ્રમે સવાર થી જ ભક્તોની દર્શન અને શુભેછા માટે ભીડ જોવ મળી હતી.

આજે નવા વર્ષના પ્રથમ દિવસે પૂજ્ય દોલતરામ બાપુ આશ્રમે દોલતરામ બાપુએ ભક્તો ને નવું વર્ષ સુખમય અને ભક્તિમય રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. તેઓએ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે સમાજમાં ભાઈચારો જળવાઈ રહે પર્યાવરણની રક્ષા થાય બહેન દીકરીઓનું સન્માન જળવાય વ્યશનોથી દૂર રહીએ અને સંત અને સંસ્કૃતિને આગળ વધારીએ આજ ના નૂતનવર્ષ નિમિતે ભકતોએ ઉપસ્થિત રહી દર્શન ના લાભ લીધી હતો.
દોલતરામબાપુએ આગામી તારીખ 22 નવેમ્બર શનિવાર અને બીજ ના દિવસે સનાતન ગુજરાતી ધર્મશાળા રણુજા ખાતે 33 જ્યોત અને પાઠ તેમજ ભજન સત્સંગનું આયોજન કરાયેલ હોવાની માહિતી ભક્તોને આપી હતી અને આ પ્રસંગે ભાવિકભકતોને ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું હતું.
નોરતા ધામ ખાતે આયોજિત નૂતનવર્ષ સ્નેહ અને ભક્તિમિલનના પવિત્ર પર્વને સફળ બનાવવા ધામના સેવક રવિરામ સહિતના સેવકગણ દ્વારા સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. અને સમગ્ર નોરતા ગામ ખાતે નો દોલતરામ મહારાજ નો આશ્રમ દીપી ઉઠ્યો હતો…….




