પાટણ તા.૧૭
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મહિલા અધ્યક્ષ ગીતાબેન પટેલના આદેશ અનુશાર પાટણ જીલ્લા મહિલા કોંગ્રસ સમિતિના મહિલા પ્રમુખ જયાબેન ઠાકોર દ્વારા
પાટણ તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પાટણ નગરપાલિકા ના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન ભોગીલાલ પરમાર ની નિમણૂંક કરવામાં આવતાં બુધવારે અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ની બેઠકમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતની મહિલા આગેવાનોની ઉપસ્થિતિમાં તેઓને નિમણૂક પત્ર અપૅણ કરવામાં આવ્યો હતો.
પાટણ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ ગીતાબેન પરમારની વરણીને સૌએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..