પાટણ ના શ્રી જગન્નાથ મંદિર ખાતે ભક્તિમય માહોલ વચ્ચે એકાદશી વ્રતની ઉજવણી સાથે વિષ્ણુ પૂજન કરાયું..

યજમાન પરિવારો સાથે મોટી સંખ્યામાં શહેરની ધર્મપ્રેમી જનતાએ આ ધાર્મિક પ્રસંગનો લાભ લઈ ધન્યતા અનુભવી…

પાટણ તા. ૩૦
પાટણ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ તેમજ શ્રી જગન્નાથ મંદિર પાટણના ઉપક્રમે મંગળવારના પવિત્ર દિવસે શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે ભક્તિમય માહોલ વચ્ચે એકાદશી વ્રતની ઉજવણી સાથે વિષ્ણુ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે ભગવાન શ્રી વિષ્ણુ નું સવારે ૮:૦૦ થી ૧૨ કલાકના સમય દરમિયાન વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવારો દ્રારા શાસ્ત્રોકત વિધિ સાથે મહાપૂજન કરી એકાદશી વ્રતની સમૂહમાં ઉજવણી કરવામાં આવી હતી.


આ પવિત્ર પ્રસંગે પાટણની સૌ ધર્મ પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકાદશી વ્રત નિમિત્તે આયોજિત ભગવાન વિષ્ણુજીના મહાપુજન સાથે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણ આચાર્ય દીપકભાઈ દવે અને મહેસાણા થી ખાસ પધારેલા વિદ્વાન આચાર્ય કૌશલભાઈ નું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મે. ટ્રસ્ટી પીયૂષભાઈ આચાર્ય, પ્રવિણભાઈ બારોટ,હર્ષદભાઈ રાવલ,કાંતિભાઈ પટેલ અને અશોકભાઈ મોદીએ રામદૂત પુસ્તક અને સનાતન સંસ્કૃતિ ના પ્રતિકો પુસ્તક ભેટ આપીને અભિવાદન કર્યુ હતું.
શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે આયોજિત આ એકાદશી વ્રતની સમૂહ ઉજવણી સાથે વિષ્ણુ પૂજન ના પવિત્ર પ્રસંગ ને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય,જગદીશ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લ સહિત ના ભકતો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here