પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટીયશપાલ સ્વામી નું બહુમાન કરાયું..

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને પદ્મનાભ મંદિરના વિકાસ માટે સમાજ સહયોગ જરૂરી : યશપાલ સ્વામી…

પાટણ તા. ૧૧
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરાયેલ સમાજના યુવા,સેવાભાવી અગ્રણી યશપાલ સ્વામી ને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત જગત જનની જગદંબાની આરાધના ના રૂડા પવૅ સમા નવરાત્રી ગરબા ધમાલ પ્રસંગે રવિવારે આયોજિત કરવામાં આવ્યો હતો.
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના આગેવાનો દ્વારા યશપાલ સ્વામીની પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરીકે કરાયેલી વરણીને સૌએ આવકારી તેઓનું સાલ,બુકે અને મોમેન્ટો દ્વારા અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સન્માનનો પ્રત્યુતર આપતા પદ્મનાભ મંદિર ટ્રસ્ટના નવનિયુક્ત પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામીએ સમાજની એકતા અને ઉન્નતિ માટે સમાજ સંગઠનની ભાવનાને ઉજાગર કરવા અને દરેક ધાર્મિક અને સામાજિક પ્રસંગોની ઉજવણી સમાજના સહિયારા પ્રયાસોથી શકય હોવાનું જણાવી પોતાના સન્માન બદલ પાટણ પ્રજાપતિ જ્ઞાતી સમાજનો આભાર પ્રગટ કર્યો હતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here