સમાજ આગેવાનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉછામણીમાં લાભ લીધો..
પાટણ તા. 11
આગામી તા. 23 માચૅ ને સોમવારના પવિત્ર દિવસે પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન ની 623 મી જન્મ જયંતી મહોત્સવ ને અનુલક્ષીને મંગળવારે શહેરના શ્રી નરસિંહજી ભગવાન ની વાડી ખાતે હવન યજ્ઞ, ધ્વજાદંડ અને મહા આરતી સહિત ના ધાર્મિક પ્રસંગોના યજમાન માટે ઉછામણીનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં સમાજના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉછામણીમાં સહભાગી બની યજમાન પદ નો લ્હાવો પ્રાપ્ત કર્યો હતો. જેમાં હવન યજ્ઞના યજમાન તરીકે હર્નીશ
ભાઈ જયંતીલાલ પ્રજાપતિ,ધ્વજાદંડ ના યજમાન તરીકે રેખાબેન વિપુલભાઈ સ્વામી. ( પીપીએલ ગૃપ), મહાઆરતી ના યજમાન પદે ડો.ચેતનભાઈ સ્વામી,ફુલોની આગી,28 કિતૅન ની સેવા,ભોજન પાસ અને મિનરલ પાણીના યજમાન તરીકે ભાવિકભાઈ સ્વામી ( ઘંટીવાળા ) બનતા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિત ના ટ્રસ્ટીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.




