પાટણ શહેર સહીત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સમી સાંજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા…

પાટણ તા. ૧૭
પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે સમી સાંજે મેઘરાજાએ પવનના સુસ્વાટા વચ્ચે પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી.
પાટણ શહેર સહિત જિલ્લાના કેટલાક તાલુકામાં પણ મેઘરાજા વરસ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
તો હારીજમાં પણ વીજળીના કડાકા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો મુશકેલી મા મુકાયાં હતાં. તો રેલવે ના પ્રથમ ગરનાળાની હાલત પણ દર વખતની જેમ વરસાદ ના પાણી ભરાતા જોવા મળી હતી.
પાટણ શહેરમાં સાંજે શરૂ થયેલ વરસાદ સતત રીમઝીમ રીમઝીમ ચાલુ રહ્યો હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

અહેવાલ યશપાલ સ્વામી પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here