સિદ્ધપુરના પૂર્વ MLA ના સુપુત્ર સંજયજી ઠાકોરના વરદ હસ્તે રિબિંન પટ્ટી કાપીને કરાયો શુભારંભ….


અધ્ધતન સુવિધાઓ ધરાવતી “એ.કે. હોસ્પિટલ એન્ડ પ્રસ્તુતિ ગૃહ” નો કરાયો શુભારંભ.


પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી પાટણ ડીસા હાઇવે પર આવેલ તાજ કોમ્પલેક્ષમાં “એ.કે.” હોસ્પિટલ એન્ડ પ્રસ્તુતિ ગૃહનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ અવસરે “એ.કે.” હોસ્પિટલ એન્ડ પ્રસ્તુતિ ગૃહનો શુભારંભ પાટણ જિલ્લાના સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદાનજી તલાજી ઠાકોરના સુપુત્ર સંજયજી ચંદનજી ઠાકોરના વરદ હસ્તે શુભ મુહૂર્તમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે રિબિંન પટ્ટી કાપીને “એ.કે.” હોસ્પિટલ એન્ડ પ્રસ્તુતિ ગૃહનો દબદબાભેર શુભારંભ કરાયો હતો.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી રોડ પાટણ ડીસા હાઈવે પર આવેલા તાજ કોમ્પલેક્ષમાં “એ.કે.” હોસ્પિટલનો આજે દબાદબાભેર શુભારંભ કરવામાં આવ્યો હતો જયારે આ શુભારંભ પ્રસંગે પાટણ સરસ્વતી તાલુકાના આસપાસના વિવિધ ગામડાઓમાંથી સરપંચો ડેલિગેટો તેમજ પાટણ તાલુકા પંચાયત સદસ્યો અને સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જયારે આ “એ.કે.” હોસ્પિટલ એન્ડ પ્રસ્તુતિ ગૃહ 24 કલાક કાર્યરત બની રહેશે તેમજ આ હોસ્પિટલમાં દર્દીઓ માટેની વિવિધ ડોકટરોની કાર્યરત સેવાની વાત કરવા જઈએ તો અત્ય આધુનિક ઈમરજન્સી સેવા, તેમજ જનરલ અને મેડિકલ વિભાગ અને ગાયનેક વિભાગ સહિત જનરલ વિભાગની અધ્ધતન સુવિધાઓ મળી રહે છે.
ઉલ્લેખનીય છેકે પાટણ સરસ્વતી તાલુકામાં આવી અધ્ધતન સુવિધા ધરાવતી પહેલા કોઈ હોસ્પિટલ ના હતી જેના કારણે પાટણ સરસ્વતી તાલુકાના દર્દીઓને પાટણ શહેર સુધી આવવું પડતું હતું પરંતુ હવે આ “એ.કે.” હોસ્પિટલ પાટણ સરસ્વતી તાલુકાના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને પાટણ સરસ્વતી તાલુકાના લોકો આ હોસ્પિટલની અધ્ધતન સુવિધાઓનો લાભ લઇ શકશે તેવું MBBS ડોક્ટર એ.એ. પીપરાણીએ જણાવ્યું હતું…………!




