પાટણ સિનિયર સિટીઝનો ની નગરી ગણાતા દેવપુરી સોસાયટીમાં શરદપૂર્ણિમા ના પર્વની ઉજવણી કરાઈ

સોસાયટીના સિનિયર સભ્યોએ પોતાના પરિવાર સાથે શરદપૂર્ણિમાની શુભેચ્છાઓ વ્યક્ત કરી…

પાટણ તા. ૧૦
પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલ અને સિનિયર સિટીઝનો ની નગરી ગણાતા દેવપુરી સોસાયટીના રહીશો દ્વારા શરદપૂર્ણિમાના પર્વ નિમિત્તે ગુરૂવાર ની ઢળતી સંધ્યાએ સ્નેહ મિલન સાથે સમૂહ ભોજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
દેવ પુરી સોસાયટી ખાતે આયોજિત કરાયેલા શરદપૂર્ણિમા નિમિત્તેના આ કાર્યક્રમમાં સોસાયટીમાં વસવાટ કરતા મોટા
ભાગના સીનીયર સીટીઝનોએ પોતાના પરિવારના સભ્યો સાથે ઉપસ્થિત રહી એક બીજાને શરદપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી સોસાયટીના પરિવારજનોમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે પરિવારની ભાવના જળવાઈ રહે તેવી જગત જનની જગદંબાને પ્રાર્થના કરી હતી.
શરદ પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગની ઉજવણીના ઉપલક્ષમાં દેવ પુરી સોસાયટી ખાતે આ સુંદર કાર્યક્રમનું આયોજન સોસાયટીના સિનિયર મહિલા અને પાટણ ભગીની સમાજના પ્રમુખ વાલીબેન પટેલ અને ડો.અતુલભાઇ અગ્રવાલ ના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- યશપાલ સ્વામી. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here