ઘટનાની સ્થાનિકો દ્વારા જીઇબીને જાણ કરાતા કર્મચારીઓ ધટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો…
પાટણ તા. ૨૦
પાટણ સુભાષચોક પમ્પીંગ સ્ટેશન પાસે આવેલ જીઇબી ના અંડરગ્રાઉન્ડ કેબલમાં રવિવારે સાંજના સુમારે અગમ્ય કારણોસર આગ લાગતાં અને બનાવની જાણ સ્થાનિકો દ્વારા જીઇબીને કરતા કર્મચારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકોની મદદથી પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ આગ લાગવાની ધટના બાબતે પાટણ જીઇબી કર્મચારીઓ અને સ્થાનિક લોકો ના કહેવા મુજબ ડીપીની બાજુમાં અંડરગ્રાઉન્ડ નવીન કેબલ માં પ્લાસ્ટિકના કચરાના ઢગલા માં દિવાળી પર્વ માં ફટાકડા ફૂટતા હોય જેના તણખાથી આ લાગી હોવાનું જણાવ્યું હતું.
આ ઘટના નું પુનરાવર્તન અટકાવવા સુભાષચોકના સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં કાર્યરત્ પાટણ નગરપાલિકા ના પમ્પીંગ સ્ટેશન ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં વ્યાપારીઓ દ્વારા કચરો નાખવામા આવતો હોવાના કારણે આ ઘટના સજૉવા પામી હોય કોઈ મોટી દુગૅધટના સજૉઈ તે પૂર્વે આ વિસ્તારમાં કચરો નાખવાનું બંધ કરાવવાની માંગ કરી છે.




