વિદેશી દારૂ-બીયરની બોટલો-ટીન નંગ-૧૫૬૧ કિ.રૂ.૪,૨૯,૬૧૨ સહિતનો મુદામાલ જપ્ત કર્યો.
પાટણ તા. ૧૭
પાટણ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ હેરીયર ગાડી પસાર થવાની હોવાની ચોક્કસ બાતમીના આધારે પાટણ બી ડીવીઝન પોલીસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી વાળી હેરિયર ગાડી પસાર થતાં તેને ઉભી રખાવી તલાસી લેતા ગાડી માથી વિદેશી દારૂ-બીયરની બોટલો-ટીન નંગ-૧૫૬૧ કિ.રૂ.૪,૨૯,૬૧૨ સહિતનો મુદામાલ મળી આવતા પોલીસે મુદામાલ સાથે બે ઈસમો ની અટકાયત કરી ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ શહેર અને જીલ્લામાં વિદેશી દારૂ લગતની ગે.કા. પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જિલ્લા પોલીસ વડા એ કરેલ સુચના અનુસંધાને પાટણ બી- ડીવીઝન પીઆઈપી.ડી.સોલંકી તથા પો.સ.ઇ આઈ.જી.મોરીનાઓ અત્રેના પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પ્રોહી-જુગાર લગત વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી ભરોસાના બાતમીદારો દ્રારા ચોકકસ બાતમી હકીકત મળેલ કે એક હેરીયર ગાડી નંબર- GJ-27-EB-7934 વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે પાટણ તરફથી આગળ તરફ જનાર છે.જે હકિકત આધારે ટીમે નાકાબંધી કરતા સદર હેરીયર ગાડી પાટણ ટાઉનમાં પદમનાથ ચાર રસ્તા પાસેથી પસાર થતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં તેમાથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટીમે વિદેશી દારૂ-બીયરની બોટલ-ટીન નંગ-૧૫૬૧ કિ.રૂ.૪,૨૯,૬૧૨ ના મુદામાલ સાથે ગાડી ચાલક અર્જુનસિંહ દિલુભા ચમનસિંહ ઝાલા ઉ.વ.૨૬ રહે.વિરસોડા દરબારવાસ તા.જોટાણા જી.મહેસાણા અને મોહબત ગેમરસંગ બળવંતસિંહ ઝાલા ઉ.વ.૨૭ રહે.વિરસોડા દરબારવાસ તા. જોટાણાજી.મહેસાણાની અટકાયત કરી આ ગુનામાં સંડોવાયેલા સુરેશ બિશ્નોઇ રહે.રાજસ્થાન વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી પાટણ




