પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “સેવા પખવાડિયા” અંતર્ગત શિવપૂજા તેમજ રક્તદાન કેમ્પનું આયોજન…

ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર મંડલ દ્વારા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે “સેવા પખવાડિયા” ની શરૂઆત જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ દ્વારા નિલકંઠ મહાદેવ ખાતે શિવપૂજાથી કરવામાં આવી હતી.


કાર્યકરો દ્વારા “જય ભોલે” ના નાદ સાથે વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી, ત્યારબાદ પાટણ વિધાનસભા વિસ્તારના કાર્યકરો દ્વારા રોટરી બ્લડ બેંક ખાતે યુવા મોરચાના પ્રમુખ શ્રી વિવેકભાઈ પટેલના સંકલનથી રક્તદાન શિબિર યોજાઈ, જેમાં ૧૦૧ યુનિટ રક્તદાન કરી લોકસેવાની કટિબદ્ધતા દર્શાવી.

આ અવસરે શહેર ભાજપ પ્રમુખ શ્રી હર્ષ પટેલ, મહામંત્રી શ્રી સંજયભાઈ મોદી, જિગ્નેશભાઈ સોની, પૂર્વ શહેર પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેશ્વરી, નૈતિક પટેલ સહિત અનેક કાર્યકરોએ રક્તદાન કરી મોદીસાહેબનો જન્મદિવસ યાદગાર બનાવ્યો.
ત્યારબાદ રેલવેના બીજા નાળા પાસે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. આ કાર્યક્રમ જિલ્લા ઇન્ચાર્જ શ્રી રોહીતભાઈ પટેલના સંકલનથી જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ, સેવા પખવાડિયા જિલ્લા સંયોજક શ્રી વિનયસિંહ ઝાલા, પ્રભારી શ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા સહ-સંયોજક શ્રી ગૌરવભાઈ મોદી, શહેર સંયોજક શ્રી સતીશભાઈ ઠક્કર, શ્રી નિલેશભાઈ રાજગોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન, કોર્પોરેટર શ્રી જયેશભાઈ પટેલ સહિત અનેક કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
અંતમાં કૃષ્ણા હોસ્પિટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી વિનામૂલ્યે ઓપીડી દરમ્યાન દર્દીઓને ખબરઅંતર પુછીને તબીબમિત્રોને આભાર માનવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here