દરેક વિદ્યાર્થી ને 1 વર્ષ માટે પરિક્ષા પર પ્રતિબંધ અને વિધાર્થી દીઠ રૂ.૧૦ હજાર દંડ ફટકારાયો…
પાટણ તા.૨૧
પાટણ યુનિવર્સિટી સંલગ્ન પ્રાંતિજની એક્સપરિમેન્ટ
લ સાયન્સ કોલેજમાં અગાઉ લેવાયેલ એમએસસી સેમેસ્ટર 4 ની પરીક્ષા દરમિયાન માસ કોપી કેસ સામે આવ્યો હતો જેમાં પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને પુસ્તક માંથી જવાબો લખતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
આ મામલે વિદ્યાર્થી નેતાએ યુનિવર્સિટીમાં વીડિયો સાથે ફરિયાદ કરી હતી જે ફરિયાદ આધારે યુનિવર્સિટી સતાધીશોએ કમિટી રચીને તપાસ કરાવી હતી. તપાસ રિપોર્ટના આધારે પરીક્ષા શુદ્ધિ સમિતિએ સખત પગલાં લીધા છે. સેન્ટરના તમામ 182 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી છે. દરેક વિદ્યાર્થી પર એક વર્ષનો પરીક્ષા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ દરેક વિદ્યાર્થી દીઠ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જે કુલ દંડની રકમ રૂ.18 લાખ થાય છે.
આ સમગ્ર મામલે યુનિવર્સિટીના પરીક્ષા નિયામકના જણાવ્યા અનુસાર, આ પ્રથમ વખત છે જ્યારે કોપી કેસમાં વિદ્યાર્થીઓને દંડકીય સજા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસની કેશ બારીમાં દંડ ભરવાનો રહેશે. તેમણે હોલ ટિકિટ અને ઓળખ કાર્ડ સાથે ફોર્મ ભરીને પરીક્ષા વિભાગમાં જમા કરાવવાનું રહેશે. દંડ ભરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ દંડ નહીં ભરે, તેઓ પ્રતિબંધ પૂર્ણ થયા બાદ પણ આગામી પરીક્ષા આપી શકશે નહીં.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.