ભાજપ સમર્થિત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ સરપંચોનો
સન્માન કાર્યક્રમ યોજાયો.

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બનાવેલ નવીન શેડ નું ઉદઘાટન કરાયું…

પાટણ તા. ૩
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ નવનિયુક્ત “સરપંચોનો સન્માન સમારોહ” કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.


કાર્યક્રમ પહેલા પાટણ કમલમ ખાતે નિમૉણ કરવામાં આવેલ નવીન શેડ નું ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
સરપંચોના આ સન્માન કાર્યક્રમ માં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ,રાજયસભાના સાંસદ મયંકભાઈ નાયક, પાટણ જિલ્લા પ્રભારી જગદીશભાઈ પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, ગુજરાત પ્રદેશ ભાજપ ના પૂવૅ મહામંત્રી અને હુડકો ના સ્વંતત્ર ડિરેક્ટર કે.સી.પટેલ,રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિ. પં. પ્રમુખ હેતલબેન ઠાકોર,પૂવૅ મંત્રી દિલીપજી ઠાકોર, મોહનભાઇ પટેલ,દશરથજી ઠાકોર સહિત ના આગેવાનો અને મંડલ ના પ્રમુખો સહિત નવનિયુક્ત સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here