ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા પહેલગામમા આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘણા પરિવારના દીપક બુઝાયા છે ભારત દેશ માટે આ એક દુઃખદ ઘટના છે જે સંદર્ભે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવા હેતુ મૌન કેન્ડલ માર્ચ રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ…

તા. 25/04/25 શુક્રવાર ના રોજ ભારત વિકાસ પરિષદ કાર્યાલય ખાડિયા થી બગવાડા દરવાજા સુધી મૌન રેલી અને કેન્ડર માર્ચનું આયોજન કરાયુ હતુ મૃત્યુકોના આત્માની શાંતિ માટે સૌએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ  “પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો..” પ્રાર્થના કરી અને પહલગામમાં બનેલી આતંકી હુમલાની  ઘટનાને વખોડી હતી. મૌન કેન્ડલ માર્ચ રેલીમાં શાખાના મંત્રી મમતાબેન ખમાર ટ્રસ્ટીશ્રીઓ ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ સ્વામી ગુજરાત ઉત્તરના હોદ્દેદારો તેમજ શાખાના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here