
આજરોજ તારીખ 24 / 08 / 2025 રવિવાર ભાદરવા સુદ 1 ના શ્રી ભીલડીયાજી જૈન તીર્થમાં આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ વાંચન પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું.


1500 થી અધિક માનવ મેદની ઉમટી પડી હતી.
55 ગામોના ભક્તો તેમજ વિશાળ સંખ્યામાં શાળાના બાળકો આવ્યા હતા.
8 ગામમાંથી જૈન સંઘો પધાર્યા હતાં અને સ્વપ્નના ચઢાવા તેમજ પારણું ઝુલાવવાનો લાભ લીધો હતો.
64 વિદ્યાર્થીઓએ ભગવાનના પારણા પોતાના હાથે બનાવીને પધરાવ્યા હતાં.



450 વિદ્યાર્થીઓએ 14 સ્વપ્ન ના ચિત્ર અને પોસ્ટર બનાવ્યા હતા. આ પારણા અને ચિત્રને શણગાર સાથે ગોઠવવામાં આવ્યા હતા. પારણા અને સ્વપ્નની શ્રેષ્ઠ રચના કરનારા 3 – 3 વિદ્યાર્થીઓને *મોટા ઇનામ* અપાયા હતા. અને બાકી દરેકને પ્રોત્સાહન ઇનામ અપાયા હતા.
દરેક વિદ્યાર્થીઓ અને ભીલડી સમસ્ત ગ્રામજનોએ પારણું ઝુલાવી શ્રીફળ વધેર્યા હતા.
ગાંધીનગરથી ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ટી. એસ. જોશી પધાર્યા હતા અને વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા હતા.
આગામી સમયમાં આનંદ પરિવારની સાથે મળીને ગુજરાત રાજ્યમાં મૂલ્યશિક્ષા ક્ષેત્રે કામ કરવા માટે MOU કરવા અંગે ચર્ચા થઈ હતી.
ભીલડી ગામના આગેવાનો સહિત સમસ્ત ગ્રામજનો પધાર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓને વિવિધ ગામોના સરપંચશ્રી સહિત આગેવાનોએ સ્વખર્ચે લાવવા – લઈ જવાની વ્યવસ્થા ગોઠવી સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું.
શ્રી ટી. એસ. જોશીનું વક્તવ્ય તેમજ પૂજ્ય ગુરુમહારાજે ભગવાન મહાવીર સ્વામીના સમર્પણ – ત્યાગ અને સહનશીલતા વિશે પ્રવચન આપ્યું હતું. ભીલડી મંડળના પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.
સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં આનંદ પરિવારના દરેક કાર્યકર્તાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
શ્રી ભીલડીયાજી જૈન તીર્થ પેઢી તરફથી ખૂબ શ્રેષ્ઠ સહકાર મળ્યો હતો અને સંપૂર્ણ સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો.
કાર્યક્રમ બાદ દરેકને સેવ – બુંદીનો પ્રસાદ અપાયો હતો.




