પ.પૂ.પાદ્ય ગોસ્વામી શ્રી ૧૦૦૮ શ્રી કાકરોલી નરેશ શ્રી ડૉ.વર્ગીસ કુમાર મહારાજના હસ્તે ઉદ્ઘાટન સમારોહ યોજાશે…

ડો.પ્રિયાંશી પટેલને શિક્ષણ આપનારા તમામ ગુરૂજનોની ગુરૂ વંદના કરવામાં આવશે…
પાટણ તા. ૩
મેડિકલ નગરી પાટણ શહેરના બગવાડા દરવાજા સમીપ આવેલ મણીભદ્ર હાઈટસ ખાતે પાટણ શહેરના જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલની દીકરી ડો.પ્રિયાંશી પટેલ દ્વારા નવનિર્માણ પામેલ નારાયણી વુમન્સ હોસ્પિટલ નો આગામી તા.૬ જુલાઈ ને રવિવારના રોજ પરમ પૂજ્ય પાદ્ય ગોસ્વામી શ્રી ૧૦૮ શ્રી કાકરોલી નરેશ શ્રી ડૉ. વર્ગીસ કુમાર મહારાજના હસ્તે ઉદ્ઘાટન સમારોહ ગુરુવંદના સાથે યોજાનાર છે.
પાટણ શહેરમાં ૬ જુલાઈ થી શરૂ થનારી નારાયણી હોસ્પિટલ માં દર્દીઓ ને મળવાની આધુનિક સુવિધાઓ અંગે શહેરના જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં સ્ત્રીઓને લગતી વિવિધ બીમારીઓની આધુનિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.
તો બાળકોની સિઝેરિયન, નૉર્મલ ડિલિવરી સહિતની સુવિધા માટે ઓપરેશન થિયેટરો તેમજ દર્દીઓ અને તેમના સગાઓને રહેવા માટે હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમ તેમજ
જનરલ વૉર્ડ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તો સમગ્ર હોસ્પિટલ સેન્ટ્રલ એસી સાથે આ હૉસ્પિટલમાં દર્દીઓ માટે મેડીકલેમ સહિતની તમામ પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
નારાયણી વુમન્સ હોસ્પિટલ ના ઉદઘાટનના દિવસે તેમની દીકરી ડો. પ્રિયાંશી પટેલ ને શિક્ષણ આપનાર તમામ શિક્ષકો ના સન્માન માટે ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.
હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે શહેરના અગ્રણી નાગરિકો,રાજકીય આગેવાનો,સામાજિક આગેવાનો,શહેરીજનો,ડોકટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોવાનું તેઓએ જણાવ્યું હતું.
વધુમાં દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરની આંગણવાડીની બહેનો ને આરોગ્યની તપાસ માટે ફ્રી નિદાન કેમ્પનું પણ આગામી દિવસોમાં આયોજન કરવામાં આવનાર છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




